________________
શ્રેષ્ઠ સાધના છે. દરેક માનવીમાં જો આ ગુણ વિકસે તો સમભાવનાં સાધન દ્વારા જ તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે.
યોગશતક ગ્રંથ દ્વારા પ્રાપ્ત માનવગુણોનો વિકાસ....
સર્વ પ્રથમ યોગનો અર્થ સમજાવીને તેઓએ મન-વચન-કાયાની પ્રવૃત્તિને યોગ કર્યો. જે અશુભ અને શુભ હોઈ શકે. તેમનો હેતુ અને ધ્યેય તો “દરેક જીવાત્માને અશુભમાંથી શુભમાં લઈ જઈને મોક્ષ તરફ વિકાસ કરે” તે આ ગ્રંથ યોગશતકમાંથી જાણવા મળે છે. તેમની દ્રષ્ટિએ તો મન વચન - કાયાના યોગથી ચિત્તને શુદ્ધથી.... શુધ્ધતર તરફ અને શુધ્ધતરથી... શુધ્ધતમ તરફ લઈ જવા વિવિધ વિષયો દ્વારા બહુ જ સરળ અને સુંદર રીતે સમજૂતી આપે છે. જો માનવનું આચારણ અને ધ્યેય મનશુધ્ધિ.... વચન શુધ્ધિ. અને કાયાશુધ્ધનું હોય તો તે કોઈપણ વ્યક્તિને દુઃખી કરી શકતો નથી અને સાથે સાથે તેનો વિકાસ મોક્ષ તરફ જ હોય છે. આવી વ્યક્તિ ભોગાભિમુખથી યોગાભિમુખ થઈ જાય છે અને પરિવારમાં તથા સમાજમાં શાંતિનું વાતાવરણ જ ફેલાવે છે.
આ રીતે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી તેમના યોગશતક ગ્રંથમાં દરેક ગાથામાં માનવજીવન તથા માનવગુણોના વિકાસ માટે કાંઈ ને કાંઈ સંદેશ આપે છે, તેવું અનુભવાય છે. આ સો ગાથાના ગ્રંથમાં યોગ દ્વારા તેમની દીર્ઘદ્રષ્ટિ એક સાધક માટેની મોક્ષની અભિલાષા, સુખી સમાજીવન, સુખી માનવજીવન તથા માનવજીવનનાં ગુણોનાં વિકાસ માટેનું સુંદર દ્રષ્ટિબિંદુ આપે છે. જે કોઈપણ સમય અથવા યુગ માટે એક પથદર્શક તરીકે હંમેશા ઉપયોગી બની રહેશે. ભવિષ્યનાં વિદ્વાનો માટે પણ આ ગ્રંથમાથી અનેક સંશોધનનાં વિષયો આમાંથી મળી રહેશે.
-
આ આખા ગ્રંથના અધ્યાયન કર્યાબાદ મારા મન પર અસર થતી અનુભૂતિ - મહત્વના પાસા જેનાથી આજની સમસ્યાઓનો ઉકેલ મળે છે. સાથે સાથે બાહ્ય જગતના આકર્ષણોમાંથી અંતરમન તરફ એક અલૌકિંક દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. જેના કારણે રોજબરોજની સમસ્યાઓનો સમદ્રષ્ટિપૂર્વક સમાધાન કરવાની એક કળા પ્રાપ્ત થાય છે.
સમસ્યાઓ જેમ કે, મન - વચન - કાયા દ્વારા અશુભપ્રવૃત્તિઓથી સાવધાન થઈને મનને વાળીને શુભપ્રવૃત્તિ તરફ લઈએ છીએ. જે આ ગ્રંથના સારની સાર્થકતા છે.
99