________________
પ્રકરણ ૫ મુ
એ મહાત્મા કાણુ ? :
www.
સંત પુરૂષોની સંગતિ સમાન ભવદુઃખાતે નિવારવા દુનિયામાં ખીજી ઔષધિજ નથી. મનની વ્યથા અને તાપા સોંગતિના શીતલ સીકરાથી શમે છે, જીવન સદાચારથી સાય છે. સાધુ પુરૂષોના માનસે ચારિત્ર જ્યાહ્નાથીજ દીપે છે. અને એવાજ મહાત્માઓ પૃથ્વીતલના ભૂષણરૂપ હોય છે. તે પૂજ્યેાના પાદ કમલથી જે દેશની શહેરની યા ગામની ભૂમિકા પાવન થતી નથી, તે ભૂમિ અનાય તરીકે મનાય છે. તેથી ત્યાંની પ્રજા ધર્મકથી અજાણુ અને આચારવિચારાદિ નિત્ય નિયમાથી વિહીન હાય એમાં આશ્રય નથી,