________________
સરિશેખર
r૪૭ યત્ન કર્યા છતાંયે આશા ભંગ થતાં પણ પરાક્રમી પુરૂષે પિતાનું ધ્યેય સિદ્ધ કરવા વિશેષ ઉદ્યમવંત થઈ (Try try again) ની કહેતાને અમલમાં મૂકે છે. યત્ન કરતા ફળ જરૂર હાથમાં જ છે એવી તમન્ના આશા વાદીઓમાં રમી રહી હોય છે; એજ તમન્નાને મનમાં રાખી માણસાથી આવેલ સગા વહાલા અનિચ્છાએ ખેંચી ગયા છતાં ત્યાં વિરક્ત દશામાં જીવન નિર્વહન કરવા સાથે સંયમ પ્રાપ્ત કરવાની તે મોઘી પળને ઝંખી રહ્યા હતા.
હદયથી ઈચ્છતા નહિ હોવા છતાં સામાન્યતઃ સંસારીક વ્યવહારાદિ પ્રવૃત્તિમાં જોડાવું પડતું. આ દિશામાં તેઓના બે વર્ષ વ્યતીત થયાં. પુણ્યનો ઉદય કોઈ અનેરૂં જ કાર્ય કરે છે. અનાયાસે ઇષ સં જેને પ્રાપ્ત કરાવવામાં તે પુણ્યને જ પડે હેય છે. એ અરસામાં એક પ્રતાપી મહાત્મા માણસામાં પધાર્યા. અને લાલચંદભાઈના પુણ્ય બળે તેઓશ્રીના ચાતુર્માસને નિર્ણય પણ ત્યાં જ થયે. એમની કીર્તિ ચોતરફ પ્રસરતી ગઈ. એમની વિદ્વત્તા, ત્યાગ, અને નિઃસ્પૃહતાએ જનતા ઉપર ઉંડી છાપ પાડી. તેઓની બ્રહ્મનિષ્ઠતા અને રૂચીએ જનતાના હૃદયસમાં ભક્તિ તરંગને ઉભરાવ્યા.