________________
સુરિશેખર
1 ના રાખતા એ એક વિશિષ્ટતા હતી, એમ તેઓના બાળપણના મિત્રો હાલ પણ જણાવી રહ્યા છે યુવાવસ્થામાં જેઓના સુગુણે અપ્રતિમ ખીલવાના હોય તેવા બાળકેની ચિકિત્સા બાળવયથી જ થાય છે. અને તે દ્વારા ભવિષ્યના સુંદર અદ્ભુત સુગુણ કળી શકાય છે. લાલચંદભાઈના અપૂર્વ સદ્દગુણોએ માત પિતાના હૃદયમાંજ ભાવભીનું વાત્સલ્ય ઉપજાવ્યું હતું એટલું જ નહિ પણ ઈતર જનોને પણ એમના ઉપર ઘણોજ સ્નેહ હતો પાંચ સાત વર્ષની ઉમ્મરમાં તેઓનું કંઠમાધુર્ય એટલું બધું આકર્ષક હતું કે ગામના કેટલાક ભાઈઓ તેમને રેકી નિશાળમાં શીખેલી કવિતાઓ, નીતિ સૂચક ગીતિઓ તેમજ ભજન ગવડાવતાં આ કવિતાઓ સાંભળી છેતૃવંદ ખુશી થઈ સ્નેહની એક મીઠી આશીવંદ ભરી નજર ફેંકતે, બાળ અવસ્થામાં પણ આટલે આવકાર એ કાંઈ થડા ભાગ્યની નિશાની ન ગણાય. વિચાર વિમળતા.
બાળવયમાં બાલેની પ્રિયતા ખાનપાન કરતાંયે રમુજી નાના પ્રકારની રમત ગમત પ્રતિ હેજે અધિક હોય છે. પરંતુ કેટલાક બાળકે જેઓ ભાવિમાં અપ્રતિમ ગુણનિધાન થવાના હોય છે, તે સ્વચેય અનુસાર કાર્ય થયા પછી રમતમાં ચિત્ત લગાવે છે. વિદ્યાલયના શિક્ષકે એ આપેલ પાઠ (Lesson) માતપિતાની સેવા અને ધર્મના નિત્ય નિયમનું પાલન ખંતથી કરવા વિના પ્રેરણાએ પ્રેરાય છે. તેઓ નાની ઉમ્મરમાં માતા પિતાના વિનયમાં, નિશાળના પાઠમાં અને ધાર્મિક અનુષ્ઠાનમાં યથાશક્તિ પાલનમાં તત્પર રહેતા, વળી તેમને ધર્મ પ્રત્યે હાર્દિક પ્રેમ, મનની નિર્મળતા, સુહંદતા, ઉદારતા બહુજ આકર્ષક હતી જે કોઈ અભ્યાસી અનુભવીને પણ દુરાધ્ય માની શકાય. સ્વમસ્તવના –
રાત્રિને સમય પ્રસરી રહ્યા હતા. લાલચંદભાઈ તંદ્રાના તાલમાં મશગૂલ બન્યા હતા, તે વખતે સેનાના સિંહાસન પર બિરાજમાન થયેલ