________________
૩૬૪ ]
કવિકુલકિરીટ પહોંચ્યા. તેમને આ આગમનના સમાચાર મળતા ઘણુ ગૃહસ્થ આગલે મુકામે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. નક્કી કરેલ સમયે હાથી, ઘોડા, રસાલે, બેન્ડ વિગેરેથી શોભતે એક ભવ્ય વરઘોડે કાઢી અપૂર્વ પ્રવેશ મહત્સવ કરવામાં આવ્યું.
અત્રે મહારાજશ્રીની થોડા દિવસની સ્થિરતા દરમ્યાન અનેક પ્રવચને થયા હતા જે સાંભળવા પ્રથમથી જ જૈનેતર કામ હાજર થતી હતી અને તે પછી જૈને આવતા હતા, ભાષણેએ ઉદેપુરમાં અજબ જાગૃતિ આણું. ત્રણ દિવસની ભરચક સભા જાણે પજુસણના દિવસેનું ભાન કરાવતી હતી. ભાષણના અંતે જૈનેતરેએ મહારાજશ્રીની વકતૃત્વ શક્તિની તથા ઉપકારી જીવનની પદ્યમાં અને ગદ્યમાં સ્તુતિ કરી હતી. અત્રે મહારાજશ્રીને વધુ શેકાઈ જવા જાહેર પ્રવચને આપવા જૈનેતરેએ પણ વિનતિ કરી હતી, પરંતુ મહેતાણમાં માલારે પણ મહત્સવ પ્રસંગે જવાનું હોવાથી ત્યાં વધુ ન રોકાયા. કેશરીયાજી તીર્થમાં–
મહેસાણું જવાની ઉતાવળ હે મહારાજશ્રી અત્રેથી ઉદેપુરના સંધ સાથે કેશરીયાજી તીર્થમાં પધાર્યા. આ તીર્થમાં આદીશ્વરભગવાનની અલૌકીક પ્રતિમા છે. દરેક કામના માણસે આ તીર્થમાં દર્શનાર્થે આવે છે. પંડીઆનું અત્રે ઘણું જોર છે. આપણું પ્રમાદને લીધે શ્વેતાંબરેનું ગણાતું તીર્થ આજે અનેકેની સત્તા નીચે દબાઈ ગયું છે. અત્રે પ્રથમ તીર્થપતિના દર્શન કરી ડુંગર ઉતરવાને પરિશ્રમ સફળ મા. ત્યાં થતી કેટલીક આશાતના પ્રત્યે ઉદેપુરના ગૃહસ્થનું લક્ષ્ય ખેંચ્યું હતું. અત્રેથી વિહાર કરી મહારાજશ્રી પિશીના તીર્થમાં પધાર્યા. અત્રેની મહાપ્રભાવિક મૂર્તિના દર્શન કરી અપૂર્વ આનંદ મેળવ્યું અને ઇડરને સંઘ દર્શનાર્થે આવી પહોંચ્યો હતે. ઈડરમાં ચરિત્ર નાયકે સસકાર પ્રવેશ કર્યો. અત્રે થોડાક દિવસ સ્થિરતા કરી તે દરમ્યાન જાહેર ભાષણે આપ્યા આત્માનંદ જૈન પાઠશાળાને પુનઃ ઉત્તેજિત