________________
સરિખર
[ ૩૫ કરી અત્રેથી વિહાર કરી તારંગાજી પધાર્યા. ઈડર નિવાસી શા. મંગુભાઈ નેમચંદે ગુરૂભક્તિને સારે લાભ ઉઠાવ્યું હતું. જ્યાં કુમારપાલ ભૂપાલે બંધાવેલ ભવ્ય જિનમંદિરમાં બીરાજમાન અજિતનાથ ભગવાનના દર્શન કર્યા. ત્યાંથી વિહાર કરી મહેસાણા નજીક આવી પહોંચ્યા. ચરિત્ર નાયકના નિપુણ શિષ્ય ઉપાધ્યાયજી શ્રીમદ્ . લક્ષણવિજયજી મહારાજના સદુપદેશથી અનેક ભાગ્યવતોએ ઉપધાન તપની આરાધના કરી રહ્યા હતા, તપની પૂર્ણાહૃતિમાં ચરિત્ર નાયકના વરદ હસ્તે માળ પહેરવાને ઝંખતે મહેસાણાને સંઘ ચરિત્રનેતાના દર્શનાર્થે ઉમટયે. મહેસાણામાં મહત્સવ–
નિતિ દિવસે પૂ. આચાર્યશ્રીને પ્રવેશ મહત્સવ ભવ્ય થ. માલારેપણ નિમિત્તે અઠ્ઠઈ મહત્સવનો પ્રારંભ થયો. સુપ્રસંગે ગવૈયા ચીમનલાલ આવેલ હઈ પૂજામાં અપૂર્વ ઠાઠ જામતે હતે. જળયાત્રાને ભવ્ય વરઘેડે ચઢ. બહાર ગામથી આ મહોત્સવમાં ઘણું માણસેએ ભાગ લીધે. સુમુહૂર્ત ચરિત્ર નેતાના વરદ હસ્તે ઉપધાનતપ આરાધકેના કંઠમાં વિવિધ વર્ણની માલાઓ પહેરાવવામાં આવી. તે દિવસે શાન્તિસ્નાત્ર ભણવામાં આવ્યું. મહોત્સવ નિમિત્તે સ્વામિવાત્સલ્ય પ્રભાવના આદિ સારા પ્રમાણમાં કરવામાં આવ્યા. ચરિત્રનેતાની વૈરાગ્યવાહીની દેશનાને અત્રેની જનતાએ અપૂર્વ લાભ લીધે. મેટા દહેરાસરમાં કેટલીક મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ ચરિત્રનાયકના શુભહસ્તે કરાવવામાં આવી હતી. દીક્ષાપ્રદાન–
અત્રે ચાલતી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના વિદ્યાથી નાપાડના રહીશ શા. કરમચંદભાઈએ વીશ વર્ષની ઉમ્મરમાં સંસાર ત્યાગવાની દૃઢ ભાવનાવાળા બન્યા હતા. જેમને ચરિત્રનેતાએ દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી કલહંસવિજયજી રાખી તેમને ઉપાધ્યાયજી શ્રીમદ્ લક્ષણવિજયજી મહારાજના શિષ્ય કરવામાં આવ્યા હતા. આગલે