________________
સૂરિશેખર
[ ૩૬૩
ખેલાવી આપરેશન કરવા પ્રેરાયેા. મહારાજશ્રીએ જણાવ્યુ` કે અશુભ કર્મના ઉદય નષ્ટ થતાં સધળુ સારૂં થશે. કેમ જલદી સારૂં થતું નથી એ વિગેરે આત ધ્યાન છે. એટલે ઉપરોક્ત દર્દી ઉપર જરાપણુ ધ્યાન ન આપતા ધર્મધ્યાનમાં સ્થિર રહી પોતાના કર્માંનાજ દોષ માનતા, ભવિતવ્યતા પરિપકવ થયે ગુમડુ' ફુટથુ' અને મહારાજશ્રીએ પુનઃસ્વાસ્થ્ય મેળવ્યુ'. ધન્ય હા ચરિત્રનેતાની અપૂર્વ સહનશક્તિને ? મારવાડથી મેવાડ——
સાદડીનું ચાતુર્માંસ અનેક પ્રકારના ધર્માંકાાંથી પસાર કરી મહારાજશ્રી માંટી માનવ મેદિની સાથે રાણકપુર વિહાર કરીને પધાર્યાં. અત્રે એક દિવસ સ્થિરતા કરી. સાદડીના સંઘે સ્વામિવાત્સલ, પૂજા, પ્રભાવના વિગેરે ધમ કૃત્યા કર્યાં. મારવાડમાં માત્ર બે વર્ષના વિહાર દરમ્યાન અપૂર્વ ધર્મ જાગ્રતિ આણી.
રાણકપુરથી કેટલાક શ્રાવકા સાથે મહારાજશ્રીએ શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરવાની ભાવનાથી વિકટ ભાંણવડના ડુંગર વટાવ્યા જે ડુંગર ઉપરથી નીચે કાઇ પડે તે એક હાડકું` પણ હાથમાં નહિ આવે. તદુપરાંત અનેક જગલ એળંગી મહારાજશ્રી મેવાડના પ્રદેશમાં આવી પહેાંચ્યા. અત્રેની પ્રજા ધર્મગુરૂએના અભાવે બીલકુલ અજ્ઞાત છે પરન્તુ આવા બહેાળા પરિવાર સાથે એક જૈનાચાય પધારે છે એવા સમાચાર મળતા તે ગ્રામીણ અને અજ્ઞાની પ્રજા પણ ચરિત્રનેતાના દર્શનાર્થે અને વ્યાખ્યાન સાંભળવા ઇંતેજાર રહેતી. આ પ્રદેશમાં પણ દયા અને દાનના દુશ્મન તેરાપંથીઓએ ધણા ભાળાવાને ફસાવ્યા છે. કેટલાકને તા ચરિત્રનેતાએ ઉપદેશ આપી પ્રભુદન કરતા - કર્યાં હતા, આવા પ્રદેશમાં કેટલીક તકલીફ લઈને વીચરવામાં આવેત ઘણા જીવા પ્રભુપૂજક બની શકે એવા છે.
ઉદેપુરમાં ભવ્ય પ્રવેશ
આ પ્રમાણે ગામાગામ વીચરતા મહારાજશ્રી ઉદેપુર નજીક આવી