________________
૩૬૦ ]
કવિકુલકિરિટ રામજી હંસરાજજી આવ્યા અને સાદડી પધારવા વિનતિ કરી.ચરિત્રનેતાએ પ્રથમ રાણકપુર તીર્થની યાત્રા કરી સાદડી આવવા વિચાર દર્શાવ્યું. ડુંગરાઓના મધ્યમાં, નદીનાળાઓના કિનારા પર જટાખુંટ વનરાજીઓના વચમાં શ્રી રાણકપુર તીર્થનું નલીનીગુલ્મ વિમાન સદેશ અભુત અને ભવ્ય જિનાલય આવેલું છે. કહેવાય છે કે, પ્રાચીનકાળમાં અને મોટું નગર હતું. ધનાશાહ પિરવાડે લાખે નહિ બલકે કેડે રૂપીયાના વ્યય કરી દૈવીક મદદથી આ મંદિર બનાવેલ છે. મંદિરની ઉંચાઈ, વિશાલતા, મજબુત બાંધણી, બારીક કારીગરી, પહોળા અને ઉંચા Üની હારમાળા પ્રેક્ષકેને જોતાવેંત જ દેવવિમાન ન હોય એ ભાસ કરાવે છે. અત્રે ચરિત્રનેતા આદિ મુનિવર પધાર્યા અને પ્રભુની અખંડ ઉત્સાહથી સ્તવના કરી. આ પ્રસંગે વાર્ષિક મેળે હાઈ સેંકડો માન ભેગા થયા હતા. ચરિત્રનેતાના દર્શન થતા સહુ કોઈ હર્ષિત થયા હતા. બાકીના તીર્થોમાં–
સાદડી શહેરમાં પ્રત્યુષપ્રાચ્ય ચરિત્રનેતા બહોળા સમુદાય સહઅદ્દભુત સત્કારથી પધાર્યા. વિવિધ વિષયો પર બેધપ્રદ પ્રવચને ચાલતા જૈનજનતા મુગ્ધ બની. બે ત્રણ જાહેરભાષણે પણ થયા. જેથી જૈનેતરેને પણું અપૂર્વ લાભ થશે. અત્રે વસતીનું પ્રમાણ સારી સંખ્યામાં છે. નવ્વાણું તે અત્રે લક્ષાધિપતિ છે એમ કહેવાય છે, અત્રેના જૈન સંઘે ચાતુર્માસ માટે વિનતિ કરી પરંતુ ચાર બાકીના તીર્થોની જાત્રા બાકી હોવાથી ક્ષેત્રસ્પર્શને બળવાન છે એમ કહી વિહાર કરી ભવ્ય સ્વાગતથી ઘણેરાવ પધાર્યા. અત્રેથી મુછાળા મહાવીરનું તીર્થ માત્ર બે કોશ દૂર છે ત્યાં જૈનેની વસ્તી બીલકુલ નથી. પરંતુ ત્યાંની જાત્રા અનુપમ અને ચિરસ્મરણીય છે. ઘાણરાવના સંઘ સાથે ચરિત્રનેતા તે તીર્થમાં પધાર્યા. મૂળનાયક શ્રી મહાવીરપ્રભુની પ્રતિમા જુહારી અત્રેથી નાંડલાઈ, નાડેલ અને વરકાણજી પધારી ત્યાંની ભવ્ય યાત્રાઓ કરી આત્માને નિર્મળ બનાવ્યો.