________________
શિખર
ડાહ્યાભાઈની દીક્ષા—
દમણનિવાસી ડાહ્યાભાઇએ પોતાના પુત્ર રમણીકલાલને કપડવંજમાં દીક્ષાપ્રદાન કરાવી સાચા પિતાની ફરજ અદા કરી હતી. તેમની પણ દીક્ષા લેવાની તે વખતે ભાવના હતી. સંસાર સંબધીની સધળી વ્યવસ્થા કર્યાં પછી તેએ દીક્ષા લેવા માટે આચાર્ય શ્રીની આજ્ઞાથી ચાણસ્મા આવી પહોંચ્યા હતા. કેટલાક વખત વિહારમાં સાથે રહી તેમણે પોતાના વૈરાગ્યની કસોટી પણ કરી હતી. તેમની દીક્ષા નિમિત્તે શા, પુનમચંદ ચંદભાઈના ધરેથી વરધાડા ચઢાવવામાં આવ્યેા હતા. વૈશાખ સુદ ૬ ના શુભદિને તેમને મુનિરાજ શ્રીમદ્દ લક્ષ્મણવિજયજી મહારાજના વરદહસ્તે દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી વિજયજી રાખી તેમને પેાતાના શિષ્ય બનાવ્યા હતા. તે દિવસે પૂજા તથા પ્રભાવના કરવામાં આવ્યા હતા.
| ૩૩૩
વડીદિક્ષા—
આ પ્રસંગે પૂર્વ આચાર્ય મહારાજશ્રીના હસ્તે મુનિશ્રી ર્જનવિજયજીને તથા મુનિશ્રી વિજયજીને તથા મુનિશ્રી તેમવિજયજીને ધામધૂમપૂર્વક વડીદીક્ષા આપી તેમને અનુક્રમે મુનિશ્રી નવીનવિજયજીના, મુનિરાજશ્રી લક્ષ્મણવિજયજી મહારાજના અને પૂ॰ આચાર્ય શ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યાં હતા.
પાટણની વિનતિ—
પાટણ શહેરના સાસન રસીક સંધને ચરિત્રનેતા ચાણસ્મા મુકામે પધાર્યાં છે એવા સમાચાર મળતાં ભક્તિભીના હૃદચેાથી સંધવી નગીનભાઈ કરમચંદ આદિ પ્રતિષ્ઠિત ગૃહસ્થા અત્રે વિનતિ કરવા આવ્યા, વિશેષ ધમ પ્રભાવનાનું કારણ જાણી સંવત ૧૯૮૯નું ચાતુર્માસ ત્યાંનું સ્વીકાર્યું, વિશાળ મુનિમંડળ સાથે ચરિત્રનેતાએ ભવ્ય સત્કાર સાથે પ્રવેશ કર્યાં.