________________
સુરિશેખર
[ ૩૬૩ મણનિવાસી ઝવેરી ડાહ્યાભાઈ હેમચંદ પોતાના પુત્રરત્ન રમણીકલાલને લઈને આચાર્યશ્રીના દર્શનાર્થે આવ્યા. પ્રસંગ મળતાં ડાહ્યાભાઈએ પોતાના પુત્ર રમણલાલને દીક્ષા અપાવવાની ભાવના પ્રગટ કરી. રમણીકલાલની પણ આચાર્યશ્રીએ કેટલાક પ્રશ્નો પુછી અને ચારિત્રમાં આવતા કષ્ટોનું વર્ણન કરી વૈરાગ્ય ભાવનાની પરીક્ષા કરી. રમણીકલાલની ભાવના દીક્ષા ગ્રહણ કરવાની ચેકસ માલૂમ પડવાથી આચાર્યશ્રીએ તેમના પિતાશ્રીને શ્રેય કામમાં વિલંબ ન કરવા સૂચવ્યું. ડાહ્યાભાઈએ તેના ઉત્તરમાં જણાવ્યું કે હમે પાલીતાણુંની જાત્રા કરી આવીને ચેકસ કરીશું. તેઓ ત્યાંથી પાલીતાણાની જાત્રા કરવા ગયા. યાત્રા કરી થોડાજ દિવસમાં પાછા
પડવંજ આવી પહોંચ્યા. રમણીકલાલને પરિચય આચાર્યશ્રીને ૧૯૮૪ ની સાલમાં મુંબઈ પધારતા દમણ પધાર્યા હતા ત્યારનો જ હતો. એક બે મુકામ ભાઈ રમણીકલાલ પોતાના પિતા સાથે પગે ચાલી મહારાજ શ્રી સાથે રહ્યા હતા. તે વખતે દીક્ષા પ્રત્યેની એમની આછી આછી ભાવના માલુમ પડતી હતી. જો કે ઉમ્મર નવ વર્ષની હોવાથી લાયક તે હતા પણ જ્યાં સુધી પિતાની રજા અને લેનારની સંપૂર્ણ ઈચ્છા આ બંને વસ્તુને જેગ ન મળે ત્યાં સુધી દીક્ષાને સેદે કદાપિ કાળે થઈ શકે જ નહિ. ૧૯૮૮ ની સાલમાં ભવિતવ્યતા પાકી, કપડવંજના સંઘે આ દીક્ષા નિમિત્તે ભવ્ય વરઘેડ કાઢ. બે ઘડાની બગીમાં બેસી ભાઈ રમણલાલ છૂટે હાથે દાન આપી સંસાર આસક્ત જનને “મનુષ્ય જન્મની સાચી સાર્થકતા બાલ્યવયમાંજ આ સ્વાથી સંસારનો ત્યાગ કરવામાંજ સમાયેલી છે” એ સંદેશ પાઠવી રહ્યા હતા. તેમને જનના વિશાળ મેદાનમાં બાંધેલ મંડપમાં પૂ. આચાર્યશ્રીએ માગસર શુદ બીજના શુભ દિને તેમને સંયમ પ્રદાન કર્યું હતું. તેમનું નામ મુનિ શ્રી રસીકવિજયજી રાખી તેમને પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. તેમણે આચાર્યશ્રીની આજ્ઞાથી ત્યાં બેઠેલ સભાને “ધર્મ સંદેશ” વાંચી સંભળાવ્યો હતે. નાની ઉમ્મરના બાળકના મુખમાંથી નીકળતી કાલી કાલી ભાષા સાંભળી શ્રોતાજન આનંદિત થયે હતો.