________________
૩૧૨ ]
કવિકુલકિરીટ ત્રણે મુમુક્ષુ બેસી છૂટે હાથે દાન આપી રહ્યા હોવાથી આ વરઘોડો જૈન જૈનેતરને અપૂર્વ અનુમોદનાનું કારણ બને. ગામ બહાર આવેલી વિશાળ ધર્મશાળામાં આચાર્યશ્રીના વરદહસ્તે ૧૯૮૭ના જેઠ વદ ૧૪ ના સુમુહૂર્ત ત્રણે ભાગ્યશાલીઓને સંયમપ્રદાન કરવામાં આવ્યું. ત્રીભવનદાસનું નામ મુનિશ્રી રત્નાકરવિજયજી રાખી તેમને પૂછે આચાર્યશ્રીના શિષ્ય તરીકે અને ધીરૂભાઈનું નામ મુનિશ્રી ભાસ્કરવિજયજી રાખી તેમને મુનિશ્રી રત્નાકરવિજયજીના શિષ્ય તરીકે જાહેર
ક્યો. અને ત્રીભોવનદાસના સુશીલ ધર્મપત્ની વીજકરબાઈનું નામ શ્રી વિદ્યુતશ્રીજી રાખી તેમને સાધ્વીશ્રી હીરશ્રીજીની શિષ્યા દાનશ્રીજી તેમની શિષ્યા દયાશ્રીજીના શિષ્યા દર્શનશ્રીજીના શિષ્યા તરીકે જાહેર કર્યા હતા. દીક્ષાના આગલે દિવસે ત્રણે મુમુક્ષુઓને ઝવેરી જયચંદ દયાચંદના પ્રમુખપણ હેઠળ માનપત્ર આપવામાં આવ્યું હતું. બે વિનતિઓ–
ચાતુર્માસ નજીક આવતા એક બાજુ છાણીગામના સંઘની વિનતિ જેરારથી ચાલી. અને બીજી બાજુ કપડવંજને સંઘ વિનતિ માટે આવી પહોંચ્યો હતો. વિશેષ લાભનું કારણ જાણી, આખરે કપડવંજની વિનતિ સ્વીકારી, જ્યારે છાણીમાં પોતાના શિષ્ય મુનિશ્રી ભુવનવિજ્યજી આદિ ઠાણ ૧૦ને ચાતુર્માસ કરવા આજ્ઞા આપી.
કપડવંજમાં ભવ્ય સત્કારથી આચાર્યશ્રી પધાર્યા. આચારાંગત્રની વાંચન શરૂ થઈ. દેશનાના પ્રભાવે કપડવંજની જનતામાં અપૂર્વ ધર્મ જાગૃતિ ફેલાઈ. સાધર્મિકવાત્સલ્ય પૂજા–પ્રભાવનાઓ વિગેરે અનેક શુભ કાર્યો થયા. સુત્રોના યોગેહનની ક્રિયા પણ કપડવંજમાં આચાર્યશ્રીના વરદહસ્તે શરૂ થઈ હતી. દમણવાસી ડાહ્યાભાઈ
કપડવંજનું ચાતુર્માસ નિવિદને પસાર થયા પછી કારતક માસમાં દ