SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪] - કવિકુલકિરીટ પિતાના પુત્રને બાલ્યવયમાં સંયમ પથે વાળનાર ધમી પિતાઓને અને ધન્યવાદ ઘટે છે. ભાયણી તીર્થમાં કપડવંજના ચતુર્માસ બાદ વિહાર કરી દેહગામ, પેથાપુર, માણસા વિગેરે ગામમાં લગભગ દેઢ માસ વીચર્યા. આ ક્ષેત્રમાં આચાર્યશ્રીનું ઘણા વર્ષો પછી આગમન થતું હોઈ જનતાને ઉત્સાહ સારે હતે. દરેક ઠેકાણે જાહેર પ્રવચને દ્વારા ધર્મની જાગૃતિ અપૂર્વ આણી. આ પ્રદેશમાં મહારાજશ્રી વીચરતા હતા ત્યારે મુંબઈ નવપદ આરાધક સમાજના કેટલાક આગેવાન સભ્ય ભોયણી તીર્થમાં ચિત્ર માસની ઓળીમાં પધારવા વિનંતિ કરવા આવ્યા. આ સમાજ દરેક વર્ષે ચૈત્ર માસમાં જુદા જુદા તીર્થો પસંદ કરી સુવિહિત મુનિવરેના આશ્રય હેઠળ આ શાશ્વતી ઓળી બહુજ દબદબા ભર્યા ઠાઠથી ઉજવે છે. ઓળી કરવા આવનાર ભાઈઓની સગવડ પણ બહુ ઉમદા રીતે સાચવે છે. આ સમાજના ઘણું ભાઈઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. મહારાજ શ્રી નજીકમાં હતા અને લાભનું કારણ જાણું ભોયણુ સસત્કાર પધાર્યા. પ્રતિદિન ધર્મશાળાના વિશાળ ચોગાનમાં બાંધેલ મંડપમાં હદયંગમ પ્રવચને ચાલતા. હમેંશ નપદેની વિવિધ યુક્તિઓથી વ્યાખ્યા કરવામાં આવતી હતી. આ પ્રસંગે સુરતના શ્રાદ્ધરત્ન મેહનભાઈ આવેલ હોવાથી મલીનાથ ભગવાનના દેરાસરમાં નવે દિવસ રાગરાગણીથી પૂજાએ ભણાવવામાં આવતી હતી. આ સમાજને આમંત્રણ આપનાર શેઠ ગુલાબચંદ નગીનદાસના સુપુત્રે સેમચંદભાઈ ચીમનભાઈ તથા કેશવલાલભાઈએ નવે દિવસ ઓળી. કરવા આવનારની ખડે પગે ભક્તિ બજાવી હતી. તથા એકમના દિવસે તેમના તરફથી નવકારસી જમાડવામાં આવી હતી. ચિત્ર સુદ ૧૧ ના દિને સેમચંદ મંગળદાસે સજોડે ચતુર્થવ્રત ઉચ્ચર્યું હતું. ચિત્ર સુદ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy