SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિશેખર [ ૩૦૭ કાન્તિલાલના સંબંધીઓ યુવક સંઘમાં હતા એટલે તેમને શિથિલ બનાવવા શક્ય પ્રયત્ન કરતા. પરંતુ સર્વ નિરર્થક ગયા. ઉલ્ટા કાતિલાલ વધુ દઢ બન્યા. પિતાના ઘરની તથા બીજી મિલકત વિગેરેની વ્યવસ્થા કરી તે દ્રવ્યને દીક્ષા મહત્સવમાં વ્યય કરવા પ્રેરાયા. ચતુર્માસ બાદ તેમની દીક્ષા નિમિત્તે અઠ્ઠાઈ મહેત્સવ શરૂ થયો. દીક્ષાને ભવ્ય વડે શહેરના ભવ્યલતામાં ફરી ગામ બહાર ઉતર્યો હતે. કારતક વદ ૬ ના શુભદિને તેમને પૂ. આચાર્યશ્રીના વરદહસ્તે સંયમપ્રદાન કરવામાં આવ્યું. તેમનું નામ મુનિશ્રી કલ્યાણવિજ્યજી રાખી તેમને મુનિશ્રી ભુવનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. ભિન્ન માન્યતા – પાટણને એકપક્ષ દીક્ષા પ્રતિરોધક ઠરાવ કરી સંયમ લેનાર અને દેનાર ઉપર ખોટા કલંક આપી પોતાનું જીવન શ્રેય માની રહ્યો હતો. જ્યારે બીજો પક્ષ અનેક દીક્ષા મહોત્સવને ઉદારતાથી ધનને વ્યય કરી ઉજવવામાં, શાસનની પ્રભાવનાઓ ફેલાવવામાં અને સંસાર ત્યાગીઓને ભૂરિ ભૂરિ અનુમોદના આપવામાં પોતાના જીવનની સાફલ્યતા માનતે હતે. ખરેખર પાટણ શહેરમાં ભડવીર ચરિત્રવિભુએ જૈનધર્મને કે બજાવ્યો. શાસન સંરક્ષક પૂજ્ય ગુરૂદેવના ચરણમાં સહસ્ત્ર નમન હે અને ધન્ય છે? ધન્ય હો નિડર અને નિઃસ્પૃહ રહી અનેક આક્રમણોને ઝીલી શાંત પ્રકૃતિથી ધર્મ ઉદ્યોત કરવાની શુભ ભાવનાઓને ! આ પ્રમાણે ૧૯૮૬નું ચાતુર્માસ પાટણમાં ઘણું જ રમણીય બન્યું. શંખેશ્વરની યાત્રાએ – પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ચાણસ્માથી, ચાતુર્માસ કરી પાછા ફરેલ મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજયજી આદિ વિશાળ મુનિમંડળ સાથે પાટણથી વિહાર કરી શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા માટે પધાર્યા. જ્યાં પાટણને શાસન રસીક સંધ આચાર્યશ્રીના દર્શનાર્થે આવ્યો હતો.
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy