________________
૩૨]
કવિકિરિટ દીક્ષા પ્રસંગે શેઠ રણછોડશેષકરણ તથા નવપદ આરાધકના સુજ્ઞ સભ્ય આદિસે દસ માણસે આવ્યા હતા. ચાણસ્મા પધાર્યા–
ચતુર્માસ નજીક આવવા લાગ્યું. પણ હજુ લગભગ દોઢેક માસ બાકી હતા. ચાણસ્મા સંઘની અતીવ આગ્રહ ભરી વિનતિને સ્વીકારી સરકાર ચરિત્ર વિભુ ચાણસ્મા પધાર્યા. ચાણસ્મા જનતાએ પૂજા પ્રભાવના વ્યાખ્યાન શ્રવણ વિગેરે ઘણી પ્રભાવનાઓ કરી વ્યાખ્યાનમાં હમેશચીકાર હાઉસ રહેતો હતો. થોડા દિવસમાં ત્યાં અપૂર્વ જાગૃતિ આવી. પુત્ર અને પિતા–
હમેંશ ધર્મ ક્રિયામાં જીવન ગાળનાર દેવગુરૂ અને ધર્મના પૂર્ણ રાગી, શ્રદ્ધાનિષ્ઠ અને સરળ પ્રકૃતિ છાણી નિવાસી શા. છોટાલાલ હરગોવિન્દદાસ તથા તેમના પુત્ર રત્ન લગભગ ૧૪ વર્ષની બાલ્યવયમાં બાલુભાઈ સંસાર ત્યાગવાની ભાવનાથી ચરિત્રનેતાની છાયામાં ચાણસ્મા મુકામે આવ્યા. ૬૭ વર્ષની પાકટ વયે પહોંચેલા શા. છોટાભાઈ કુમલી વયના પિતાના પુત્ર રત બાલુભાઈને લઈને સંયમ સ્વીકારવા આવ્યા છે એ સમાચાર ચાણસ્મા સંધમાં વિસ્તર્યા, અપૂર્વ આનંદ સૌને થે. કારણકે ત્યાંની જનતા ત્યાગ માગ પ્રતિ ઘણી ઝુકેલી છે. સંયમ લેનાર વ્યક્તિને આવતી અગવડે અને વિન કંટકને દૂર કરી સંયમ માર્ગ નિષ્કટક બનાવી આપવામાં પંકાયેલી છે. એટલે આ દીક્ષા મહત્સવ ચાણસ્મામાં ઉજવવા સહુ કેઈ સહર્ષ સજજ થયા. છેટાભાઈના પુત્ર નગીનભાઈએ ૧૯૮૧ માં સુરત મુકામે દીક્ષા લીધી હતી તેમજ છોટાભાઇના ભાઈ ખીમચંદભાઈના પુત્ર છબીલદાસભાઈએ ૧૯૭૮ ની સાલમાં દીક્ષા લીધી હતી. એટલેજ છોટાભાઈની હિંમત આવી વૃદ્ધાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરવાની થઈ. વળી બાળવયમાં રમતગમત અને દુન્યવી સુખને મોહ છેડી વૈરાગ્ય વાસિત અંતઃ