SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિશખર "[ ૩૦૩ કરણવાલા બાલુભાઈની સાથે દીક્ષા લેવાની અત્યંત ઉત્કંઠાએ છોટાભાઈની દીક્ષાને ઘણું જેમ આપ્યું હતું. બાલુભાઈએ દીક્ષા ન લેવાય ત્યાંસુધી દૂધ, ઘી વગેરેના ત્યાગની કરડી પ્રતિજ્ઞા લીધી હતી. અપૂર્વ સંસ્કાર– બાલુભાઈ પોતાની નાની ઉમ્મરથીજ ભણવા ગઠ્ઠામાં ચાલાક હતા, નિશાળમાં પણ તેઓ બધા વિદ્યાર્થીઓના આગળને નંબર ભેગવતા હતા. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમને લીધે બુદ્ધિબળ પણ સતેજ હતું. ધર્મિષ્ઠ માતપિતાના સંસર્ગથી અને પૂર્વજન્મમાં નાખેલ સંસ્કારના પરિબલે આવી નાની ઉમ્મરમાં તેઓને આ સંસાર છોડવાની તીવ્ર અભિલાષા ઉપન્ન થઈ હતી. જે ઉમ્મરમાં માત્ર રમતગમત જ પ્રિય હેય, નાટક, સીનેમાના જેવાને ખાસ શેખ પુરે પડતે હેય, ખાવું, પીવું અને અમનચમન ઉડાવવું એજ જે ઉમ્મરમાં મુખ્ય ધ્યેય હાય છે એ ઉમ્મરમાં એ વિલાસને તીલાંજલી આપી આવી કુમલીવયમાં સંસારનો ત્યાગ કરી ચાર દિવાલની અંદર ગોંધાઈ માત્ર જ્ઞાનધ્યાનમાંજ સમય ગુમાવો આત્મધ્યાનમાં મગ્ન રહેવું આ બધું પૂર્વના શુભ સંસ્કારથી કોઈ મહાન ભાગ્યશાળી આત્માને જ સાંપડે છે. એ ભાગ્ય ભાઈશ્રી બાલુભાઈને વરી ચૂક્યું હતું. પિતાના ૧૪ વર્ષના પુત્ર સાથે છોટાલાલ આવ્યા છેબન્નેને દીક્ષા આપવા માંગણી કરે છે. છતાંય પૂજ્ય આચાર્ય મહારાજે ફરમાવ્યું કે છોકરાની માતાની પણ રજા મળી જાય તે હું દીક્ષા આપી શકું, કારણ સિદ્ધાંતમાં સેલ વર્ષની ઉમ્મર સુધી માતાપિતાની રજા લઈ દીક્ષા આપવાનું કહ્યું છે. દીક્ષા અટકાઈ, અંતમાં બાલુભાઈની માતા પરસનબેન આવ્યાં, ગુરૂચરણની રૂપાનાણુથી પૂજા કરી ધાર્મિક માતાએ વેરાગી પુત્રની દુખાતે હદયે પણ ધર્મભાવનાથી ગુરૂ ચરણે ભેટ ધરી. માર દિવાલમ રહેવું
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy