________________
સૂરિશખર
[ ૩૦૧ આ ઉપરાંત આનંદવર્ધક સભા તરફથી ઝવેરી નેમચંદ અભેચંદ જે. પી. ના પ્રમુખપણું હેઠળ પણ એક માનપત્ર આપવામાં આવ્યું હતું. આદર્શ દીક્ષા
મેતીચંદભાઈ સંયમ માર્ગ વિચરવા સજજ થયા તેમના પિતાશ્રીએ ચંદ્રપ્રભુ ભગવાનના ભવ્ય જીનાલયમાં પંચ કલ્યાણું મહત્સવ શરૂ કરાવ્યો અને પોતે સારા દ્રવ્યને વ્યય કરી એક ભવ્ય વરઘેડે ચઢાવ્યો શહેરના ભવ્ય લત્તામાં ફરી અદાલત પાસે બાંધેલા ભવ્ય મંડપમાં ઉતર્યો હતો, વરઘોડામાં મોતીચંદભાઈ લક્ષ્મી ચંચળ છે એવો જાણે દુનિયાને શુભ સંદેશ ન પાઠવતા હેય તેમ છૂટે હાથે દાન આપી રહ્યા હતા સં. ૧૮૮૬ ના વૈશાખ સુદ ૬ ના શુભ દિને સુરતમાં બીરાજતા આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરિજી મહારાજના વરદ હસ્તે લગભગ ત્રણ હજાર માનવ મેદની વચ્ચે દીક્ષાની શુભ ક્રિયા કરાવવામાં આવી હતી, તેમનું નામ મુનિશ્રી મહિમા વિજયજી રાખી ચરિત્રવિભુના શિષ્ય મુનિશ્રી પ્રવિણવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. ઘણા વર્ષો પછી પહેલી આ વૈભવશાલી યુવાનની દીક્ષા થતી હેવાથી સૌ કોઈ આશ્ચર્ય મુગ્ધ બની હર્ષિત બન્યા હતા. પ્રવચનના અંતે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. જેચંદભાઈ પિતે સાગરજી મહારાજના રાગી હેવા છતાં પિતાના પુત્રને અમુકજ ઠેકાણે દીક્ષા લેવાનું જરા પણ દબાણ કર્યું ન હતું પરતુ જણાવ્યું હતું કે તારૂં મન જ્યાં માનતારા સંયમને જ્યાં નિર્વાહ થતું હોય તેવા સુવિહિત સંધાડામાં તું દીક્ષા લે એમાં મને જરાપણ વિરોધ નથી.ધન્ય છે જેચંદભાઈના આ ધર્મરાગને અને મધ્યસ્થપણને? ચરિત્રનેતાની આજ્ઞાથી અંકલેશ્વર મુકામે જેઠ સુદ ૧૦ના દિને મહિમા વિજયજીને વડી દીક્ષા આપવામાં આવી હતી. તે વખતે પણ તેમના સંસારી પિતા જેચંદભાઈ તરફથી સંધ જમણ તથા પ્રભાવના કરી સારા દ્રવ્યને વ્યય કર્યો હતે. તેમની