________________
સૂરિશેખર
[ ૧૧ આ સ્થાને અમે કાંઈ રણશિંગ ડુંકનારા અને અજીત એવા શત્રુઓને હંફાવનાર, પાણીપત જેવા મોટા મેદાન ખેલનાર શત્રુછત, દ્ધાને વર્ણવવા બેસનાર નથી, કે રાજ રાજેશ્વર જેવા મહારાજાના વૈભવ વિલાસનું ખ્યાન કરવાના નથી કે ભુકત ભોગીઓના મેહક પ્રસંગેના પડદા ઉંચા કરવાના નથી તેમ અજ્ઞાનની બાળ–ચેષ્ટાઓના પિપડા ઉખેડવા માંગતા નથી અને નથી તે પુદગલ પ્રેમીઓની જડ પાયા ઉપરની રચાયેલી મનમુઝાવનારી મેહક ઇમારતોની ઈટને ગણવાના. આથી વાચક વંદે શંકા કરવાને પણ આતુર બની તસ્દી લેવી નહી, કે ત્યારે શું ? ગંગા યમુનાના ઝીણું રજ રેણુઓનું ગણીત ગણવાની કઈ અતિવ સહેલી રીતિ બતાવવાનો ઈરાદો હશે. અથવા તે આભલામાં ટોળે વળતી ઝબકતા ત્સનાના કિરણરૂપી વસ્ત્ર પહેરી નૃત્ય કરતી તારલિકારૂપ સાહેલીઓની સંખ્યા ગણવાની, અગર જડેલી કોઈ ગુપ્ત વિદ્યા કે બુદ્દીને પ્રગટ કરવાની ભાવના તે નહીં હોય? ઉત્તરમાં અમોને જણાવવું પડશે કે ના–ના તે ઈરાદે અમારે નથી. તેમ અમારે કોઈ ઉદયાચળ મહાગિરિના શિખરની સંખ્યા ગણવાને કીમી આપી ત્યાં કંઈ અમે વાંચકને તે ગણવા મોકલનાર નથી. પરંતુ જિનશાસનના ગગનની ઉચેરી પરમાર્થની શુદ્ધ હવામાં મનેદાઢર્યરૂપ મ–ચાન (aeroplane) દ્વારા વિચરી ભાવુક જનતાના હૃદયપટ પર સદ્દભાવનાના કુસુમ–કલાપને વરસાવનાર તથા પૂર્વમાં બંગાલ, ઉત્તરમાં પંજાબ અને મુલતાન સિંધ-દક્ષિણમાં મુંબઈ તેમજ પશ્ચિમદિશામાં સૌરાષ્ટ્ર દેશ પર્યત અનેકાનેક પંથમાં આવતી કષ્ટ ભરી મુશીબતેને સહી, માર્ગની વિકટતાઓને વટાવી ચેદિશામાં લગભગ વીશ વીશ હજાર માઈલની પાંદ મુસાફરી કરી નાનેરા ગામડાઓથી માંડી વિશાળ શહેરેને અનુભવ મેળવી જૈન શ્વેતાંબરીય મૂર્તિ પૂજકના સુવિશુદ્ધ ત્રિકાળાબાધિત સિદ્ધાન્તને વિજય વાવટો ફરકાવનાર કોઈ એક અજબ અને અજોડ યોગ મૂર્તિની પુનીત-જીવન કહાણી કહેવા પૂર્વક જનમાનસ પટ પર કઈક આછું આછું