________________
પ્રકરણ ૨ જું.
પ્રિય વાંચક વર્ગ ! ગુર્જર, તેમજ અંતર્ગત રહેલાં જુદા
જુદા વિભાગોની ઉપર ઉલ્લેખાયેલી ઉજજવલ ગૌરવગાથા અને વિસ્વર કીર્તિ કેતકીને અવલોકતાં રખે વિસ્મય ભર્યા સંકલ્પ સમુદ્રમાં ઝેલાં ખાતાં ! વિશ્વાસ રાખો કે
તમેને ગુર્જર ઈતિહાસના વિપુલ પંથની ચકરાવા ભરી ભૂલ ભૂલામણીના ભ્રમણની મુસાફરીએ ચઢાવી પરિશ્રમ આપવા અમે ચાહતા નથી. પળભર થોભી બૈર્યમહાસાગરના ખારવા બની કલ્પનાસૃષ્ટિમાં આકાંક્ષા રૂપી વેગી ઘેડાઓને દેડાવવાની ઉતાવળ કરવાની જરૂર નથી !