SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ] સુફ્તની વિનતિના સ્વીકાર કવિકલકરીટ સુરત શહેરના સંધ ચરિત્ર નાયકની દેશના, આદર્શો અને વિશુદ્ધ ત્યાગવૃત્તિ અને પૂર્ણ નિઃસ્પૃહતા આદિગુણમાં સુરતજ ( અત્યંતરક્ત ) હતા. પ્રથમ ૧૯૮૧ ના ચાતુર્માસમાં તેઓશ્રીની છાયામાં થએલ અનેકાનેક રસ્તુત્ય કૃત્યોને વીસર્યો ન હતો. પુનઃ ચાતુમાઁસ કરાવવાની ભાવના અખિલ સુરતવાસી પ્રજાને પુરતી હતી. જલાલપુરના દુઃખદ પ્રસંગ તાજેતરમાં બનેલે હછતા ગુરૂદેવના વિરહના ઘા રૂઝાયા ન હતા એટલામાં તો જલાલપુરથી વિહાર કરી સસત્કાર પાતાના શિષ્ય સમુદાય સાથે નવસારી પધાર્યાં. જલાલપુરની ભૂમિસૂરિશેખરના સ્વર્ગવાસ પછી અતીવ કારમી ભાસતી, ગુરૂદેવના સમરા પ્રત્યક્ષતાના અનુભવા કરાવતા જાણે હમણા પોતે ખેલશેજ નહિ ? એવા આછા આછા ભણકારાની આભા હૃદયપટ ઉપર અક્ળાતી, ખરેખર ગુરૂદેવની સાચી ભક્તિ વિનીત શિષ્યાના હૃદયમાં અને રગેરગમાં ઉભરાતી હાય તો એવા પરમ ગુરૂદેવની અવસાન ભૂમિ એકાએક ભયાવહ કારમી ભાસે એ સ્વાભાવિક છે. સુરત શહેરના આગેવાન ગૃહસ્થેા ચરિત્ર વિભુની ચાતુર્માંસની વિનંતિ માટે આવતા તેમજ જનતાના પ્રેમ અને ભક્તિ અતીવ જોઈ ત્યાં જવાના નિર્ણય કર્યો. અપૂર્વ સત્કાર— આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખા શહેરમાં અપૂર્વ હર્ષ ફેલાયે.. નજીક આવતા અનેક સ્ત્રી પુરૂષો વન્દનાથે ગયા હતા, સુરતની અતીવ વિલાસી અને શોખીન પ્રજા હૈાવા છતાં ઘણી ઉલ્લાસી બની આચાય વર્ષની સુંદર સ્વાગતની તૈયારીઓ કરવા લાગી. પધારવાના દિવસે શહેરના ભવ્ય લત્તાને ધ્વજા, તારણ, કમાન વિગેરેથી શણગારવામાં આવ્યા હતા. પ્રાતઃકાલના સુરમ્ય સમયમાં સુરતની ભૂમિને આચાર્ય શ્રીએ પાદકમલથી સ્પશી હજારાના માનવ સમુદ્ર ઉભરાતા
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy