SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર [ ૨૬૧ તૃપ્ત કરી કરમાયું પડયું પરંતુ જનતાને તે સુવાસનાને અખૂટ લુટેલે આનંદ સ્મરણમાં અવશેષરૂપ રહી ગયે. ગગન મંડલમાંમેઘ મટી ગર્જનાએથી ગાળે મોં માગે વર. તપ્ત ભૂમિને શીતલતાને આનંદ કરાવ્યું અને ચાલ્યો ગયો, પણ અનેક કૃષિવલેને તેની પ્રસાદીરૂપ અપી ગયેલ ધાન્ય કાયમી આનંદનો હેતુ બન્યો. જોકે સૂરિશેખર પરલેક પંથે પિતાની પંચેતેર વર્ષની પરિપકવ ઉમ્મરે પ્રયાણ કરી ગયા પરંતુ તેઓના ઉજજવલ જીવનધારાએ જનતા ઉપર કરેલ અસાધારણ ઉપકારે, ઉચ્ચ કોટિની ત્યાગવૃત્તિથી પાડેલી અજબ છાપ, શાસનની અડગ રીતે બજાવેલ સેવા, ક્રોધના કટુક પ્રસંગોમાં પણ અપૂર્વ શાન્તિ જાળવી ધર્મોન્નતિ સાધવાની પુરેપુરી દક્ષતા આદિ અપૂર્વ ગુણે અને તે દ્વારા પ્રસરેલી અપૂર્વ કીર્તિ ચિર સ્મરણીય રહેશે. અસાધારણ આઘાત – - જે ઘટાદાર ફાલ્યા જુલ્યા વૃક્ષની શિતલડી છાયામાં પક્ષીવૃન્દ નિર્દોષ આનંદ લુટતે હેય, સુંદર ફલને આસ્વાદ લેતે હોય તે વૃક્ષને અચાનક પાત થતા તે નિરાધાર બનેલા પક્ષીગણને વાઘાત જેવું કેમ ન લાગે? નિર્મલ સરેવરના કાંઠડે મનમેર્યું સલિલ પીને રમતા અને ઝુલતા પક્ષીઓના યુથને તે જલાશય જલવિહીન બનતા ભારે શોકનું કારણ કેમ ન બને તેમ સૂરિશેખરને સ્વર્ગવાસ ચરિત્ર નેતાને અસાધારણ આઘાત અને ખેદ ઉપજવાનારે બન્યો. પરંતુ જ્ઞાની પુરૂષ તત્વ ચિન્તનના અભ્યાસી હાઈ કુર કર્મોની લીલાને વિચારી મનને મજબુત બનાવી આવા પ્રસંગથી આત્મ ધ્યાનની શ્રેણીમાં વિશેષ જોડાય છે. આપણું ચરિત્રનેતા આ પ્રસંગથી ઘણાજ અધ્યાત્માનંદની વિચારણામાં વિશેષ પ્રેરણવંત બન્યા અને પિતાના તારક ગુરૂદેવની ઉપકાર પરંપરાને સ્મરતા અને તેઓશ્રીના પુનિત પગલે ચાલી તેઓશ્રીની ઉજજવલ કીર્તિમાં ઔર વધારે કરી રહ્યા છે. શિષ્ય હોતે આવા હે?
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy