________________
ર૪૦ ]
કવિકુલકિરીટ પ્રતિ આદર ભક્તિ અને શ્રદ્ધા આ ગામમાં અપૂર્વ તરી આવે છે. અરે દીક્ષાની ફેક્ટરી તરીકે આ ગામ પંકાયેલું છે. અત્રેના ભવ્ય મંદિરમાં સંપ્રતિ રાજાના વખતની પ્રાચીન અને દર્શનીય શાન્તિનાથ ભગવાનની પ્રતિમા છે. અત્રે એક આલીશાન જૈન જ્ઞાનમંદિર હજારેના ખર્ચે બનાવેલ છે જેની ખુલ્લી મૂકવાની ક્રિયા (Opening ceremoney) શ્રીમંત ગાયકવાડ સરકારના હસ્તે કરવામાં આવી હતી. આ જ્ઞાન મંદિરમાં પ્રાચીન અર્વાચીન લભ્ય અને અલભ્ય પુસ્તકે અને પ્રતેિને સંગ્રહ સારા પ્રમાણમાં છે. જેનું રક્ષણ અને સંઘ કાળજી પૂર્વક કરે છે.
પન્યાસજીનું આગમન
અમદાવાદથી પૂજ્યપાદુ શાસન પ્રભાવક ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ વીરવિજયજી મહારાજના વિદ્વાન સાગમ રહસ્યવેદી શિષ્ય રત્ન પૂ. પંન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયજી મહારાજ અત્રસ્થ આચાર્ય દેવેશ શ્રી વિજય કમળસૂરીશ્વરજી મહારાજના દર્શન અને સેવાભિલાષાના મહત હેતુથી વિહાર કરી છાણી મુકામે તેઓશ્રીની છત્ર છાયામાં પધાર્યા. નિસ્પૃહ શીરામણિ સૂરિશેખરના દર્શન વંદન કરી અત્યંત કૃતકૃત્ય થયા.
સૂયડાંગ સૂત્રની વાંચના–
અત્રે પહેલાના ચાતુર્માસમાં આગેવાન શ્રાવકોના આગ્રહથી વ્યાખ્યાનમાં વિશેષ આવશ્યક સૂત્રમાં આવતા અગીઆર ગણધરેને વિષય શરૂ કર્યું હતું જેમાં રહેલી ન્યાયની પંક્તિઓ અને તત્વની ઝીણવટને સારી પેઠે સમજાવતા લગભગ છ માસના વ્યાખ્યાનમાં પણ પુરે થયો ન હતો. હજુ પણ તે વ્યાખ્યાનને લેકે યાદ કરે છે. આ માસામાં સૂયડાંગ સૂત્રની વાંચના શરૂ કરવામાં આવી હતી,