________________
શિખર
[ ૪ અવિરત પરિશ્રમ–
પન્યાસજી મહારાજના અતિ આગ્રહથી અને સૂરિશેખરની પ્રેરણાથી આ ચાતુર્માસમાં ભગવતીસૂત્રના ગોદહનની ક્રિયા પન્યાસજી શ્રીમદ્ દાનવિજયજી મહારાજ પાસે શરૂ કરી. ગની ક્રિયા તથા તપશ્ચર્યા કાલ ગ્રહણ આદિને પરિશ્રમ ચાલુ હોવા છતાં જીજ્ઞાસુ શ્રોતૃવૃન્દને વ્યાખ્યાન સંભળાવવામાં અને સ્વશિષ્ય મુનિરાજ શ્રી લક્ષણ વિજયજી મહારાજ આદિ સાધુ સમુદાયને અનુગદ્વાર પન્નવણું તથા જૈન જ્યોતિષને અપૂર્વ ગ્રંથ આરહ્મસિદ્ધિની વાંચના આપવામાં બહુજ અપ્રમત્ત રહેતા. ચરિત્ર વિભુની અપ્રમત્તતા, સંયમપાલનની અપૂર્વ ભાવના, જ્ઞાન ધ્યાનની પરાયણતા અને શાસન પ્રભાવના કરવાની ધગશ વિગેરે ઉજજવલ ગુણો જોઈ છાણીની જનતા ઘણી અજાયબી પામી હતી. સૌકોઈ ઈચ્છતા કે પન્યાસપદવીની સાથે આચાર્યપદાર્પણ થાય તે કેવું સારું ? આદર્શ જીવન–
આ વખતે પન્યાસજી શ્રીમદ્ દાનવિજયજી મહારાજ પણ હાજર હતા તેઓ પોતે અત્યંત ગુણી હેવા સાથે નિર્દોષ અને આદર્શ જીવન વાટિકામાં અનેક ઉપકાર કુસુમેની સૌરભ પ્રસારી રહ્યા હતા. હજારેને જૈન ધર્મ સમ્મુખ બનાવી ધર્મનું રહસ્ય સમજાવી, સુદઢરંગી ધર્મ ભાવના જગાવી રહ્યા હતા. જૈન સિદ્ધાન્તના જેઓ અગાધ અને અજોડ પરિજ્ઞાની હતા. નિઃસ્પૃહી અને નિરાંડબર જીવનથી અનેકપર ત્યાગની છાપ પાડતા ગમે તેવા સંગેમાં સાચે સાચું કહી દેવાની નિડરતા અને વીરતા તેઓમાં ઝળકતી હતી. અપ્રમત્તતાથી જ્ઞાન ધ્યાનમાં અને આવશ્યક ક્રિયાની આરાધનામાં સભ્ય વ્યતીત કરે એ જેઓનું જીવન સુત્ર હતું. શિષ્યગણને તત્વને બંધ કરાવ, સંયમની નિર્મલતા કરાવવી વિગેરે વિષયને યત્ન ઘણે શસ્ય અને આદરણીય હતે. તાત્કાલિક આગમ શાસ્ત્રના પાઠે સ્મરણ પથમાં લાવી પ્રશ્નોના ઉત્તર