________________
૧૯૬]
કવિકુલ કિરીટ ની શ્રેણીઓને ધોધ વરસાવ્યો. અને અખિલ યુવકગણ તે પુષ્પરાશિમાં ભ્રમરગણની જેમ ધર્મકરણી કરવામાં ઉત્સુક બન્યા.
બેરસદના બજારમાં, મુખ્ય લત્તાઓમાં, ચરિત્રનેતાજીના ધર્મ તત્વને પ્રકાશ કરતા, ભિન્ન ભિન્ન વિષયો ઉપર, અનેક જાહેર ભાષણ થયા. જે ભાષણથી જૈનેતર કેમ તે અભૂતપૂર્વ ખેંચાઈ જૈને કરતા આ કેમની ધર્મતત્વ જાણવાની જિજ્ઞાસા અજબ હતી. વ્યા
ખ્યાનના આરંભમાં જૈનોની સંખ્યા કરતા જૈનેતરની સંખ્યા ઘણી જ સારા પ્રમાણમાં એકઠી થઈ જતી, અત્રેની પાટીદાર કેમ તે ચરિત્રનાયકને તારક ગુરૂદેવ તરીકે સ્વીકારતી જાહેર ભાષણોમાં એવી અસરકારક શૈલીથી અત્રેની જનતાને સમજાવવામાં આવતું કે, જેના પરિણામે ખેડુતોએ ખેતરમાં દવ ન મુકવાની પ્રતિજ્ઞા લીધી. લડાઈના અગર ઈર્ષાના કારણે એક બીજાના ઘર, ઘાસની ગંજી દેવતાથી ભસ્મીભૂત કરતા જેમાં અસંખ્ય નિર્દોષ છોને સંહાર થતે તે પણ ન કરવાની કેટલાકે પ્રતિજ્ઞાઓ સ્વીકારી. ગામડાઓમાં પગના જોડા ઘણું મજબુત અને કઠણ બનાવાય છે. વળી તેમાં જલદી ન ઘસાઈ જાય તે હેતુથી તેની નીચે લેઢાની ખરીઓ જડાવે છે. આ ખરીઓથી
માસામાં ઉત્પન્ન થતા અલસીયા વિગેરે અસંખ્ય જતુઓને નિરર્થક નાશ થાય છે. વિગેરે સચેટ ઉપદેશ આપવાથી ઘણાઓએ ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા લીધી અને કેટલાક તે ભર બજારમાં હાથમાં જેડા ઉપાડીને પિતાને ઘેર ગયા હતા. તદુપરાંત રાત્રિભૂજન, બીડી, છેકે, કંદમૂળ વિગેરેની ઘણી પ્રતિજ્ઞાઓ થઈ હતી. આ પ્રમાણે બેરસદની પ્રજામાં
અહિંસાનું સૂત્ર ખૂબજ ઓતપ્રેત બન્યું. અત્રે અમદાવાદના રહીશ ભાઈ મણીલાલને ધામધૂમથી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી નિપુણવિજ્યજી રાખી ચરિત્રનાયકના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. ડાઈ તરફ પ્રયાણું–
સૂરિશેખરની સાથે બોરસદથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા ડભોઈની આજુબાજુના પ્રદેશમાં પધાર્યા. ડભોઇની ધર્મનિષ જૈન જનતા