________________
૧૨૮ ]
કવિકુલકિરીટ ખીલેલી વાદવિવાદની શક્તિ જોઈ મને એમ થાય છે કે હું અવસર મલે તમારી પાસે ન્યાય સાંભળવા ઈચ્છું છું. બહુલ વ્યવસાયના કારણે તેઓ ન્યાય સાંભળવાનો અવસર મેળવી શક્યા ન હતા.
વાંચકવર્ગ? આ ઉલ્લેખનું પ્રયોજન અવે એટલું જ છે કે મુનિરાજ શ્રીમદ્ વલ્લભવિજ્યજીને પણ તેઓની પાસે ન્યાય સાંભળવાનું અને તેમની બુદ્ધિમત્તાની પ્રશંસા કરવાના મરથે થયા. ન્યાય જેવા કફરા વિષયમાં બહુજ અલ્પ સંખ્યામાં મુનિવરે પ્રયત્ન કરતા, પણ આપણા ચરિત્રનેતાએ તે અખંડ ઉત્સાહથી ન્યાયનું પગથીયું ચઢવાનું કાર્ય પ્રારંભ્ય. ચરિત્રનેતાની પાસે પ્રારંભિક ન્યાયના ગ્રન્થને અભ્યાસ કેટલાક મુનિવરે કરતા, પિતે એવી સુંદર શૈલીથી સમજાવતા કે અલ્પમતિ ન્યાયના અભ્યાસકે ખુશીથી પ્રગતિ કરી શકતા હતા.
સ્યાદ્વાદમંજરી, પ્રમાણમીમાંસા, ન્યાયદીપિકા, જૈન તર્ક પરિભાષા, રત્નાકરઅવતારિકા, જૈનન્યાયાવલેક અને સ્વાદાદ રત્નાકર આદિનાના મેટાં જૈનન્યાય ગ્રન્થ પણ સુમદષ્ટિએ પિતે નીહાળ્યા હતા. શ્રમ અને બુદ્ધિ સુગુણ અને શાસ્ત્રની સંપ્રાપ્તિ વિગેરે સંગે મળ્યા પછી કયું શાસ્ત્ર તેના અર્થને અદશ્ય રહે. ટુંકમાં ન્યાયના અભ્યાસમાં ઘણું ખંતથી કુચ કરી પંડિતની હરેલમાં આવ્યા, ન્યાયના વિવિધ વિષયો પરિસ્ફોટ કરનારા સરળ સંસ્કૃત ભાષામાં ન્યાયના ગ્રન્થ લખવા દીલ દેરાયું પણ પંજાબની પંડિત જનતાને આગ્રહ થયો કે, આપ ઉર્દૂ અગર હિંદિભાષામાં અનેક યુક્તિ પ્રયુક્તિથી ભરપુર નાના વિષયને સ્પર્શ કરતા ગ્રન્થ લખે જેથી આ ક્ષેત્રની જનતાને અનાયાસે અલભ્ય લાભ મળે. આ ઉચિત વિનતિને ધ્યાનમાં લઈ ઉર્દૂ અને હિંદિભાષામાં પુસ્તક લખવાનો નિર્ણય કર્યો. ધન્ય છે એ મહર્ષિની અજબ સરલતાને અને મહત્વકાંક્ષાને, તેઓશ્રીના ઉપકાર નીચે દબાયેલી ઋણી જનતા એ મહાત્માના ચરણ કમલમાં કેમ ન ઝુકે?