________________
સૂરિશખર
( ૧૧૩ છે, તેમ ચરિત્ર–નેતાનીખીલેલી અજોડ શક્તિઓને પરિચય કરતાં, સૂરીશ્વરજી અને અન્ય મુનિગણ ઘણોજ તાજુબ થયે. અને ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યો. પણ ચરિત્ર–નેતા તે વિશેષને વિશેષ નમ્ર, વિનયી, અને લધુતાયુક્ત બનતા ગયા. કર્મ પ્રવાહ
પ્રત્યેક પ્રાણીઓને સંસારની અટારી શેરીઓમાં અટપટે ચાલત કર્મપ્રવાહ ઈચ્છાથી કે અનિચ્છાથી સ્પર્શજ છે. ધીરેને, વિરેને અને જ્ઞાનીઓને પણ એ પ્રવાહને સ્પર્શ વિલક્ષણ દશા અનુભવે છે. એ કારમા અને કમકમાટી ઉપજાવનાર કર્મના ચક્રમાં સૌ કોઈને સંઘર્ષિત થવું જ પડયું છે. એ કર્મચક નથી પાતાલમાં પેસેલાને છોડતું, કે નથી સ્વર્ગમાં સીધાવેલાને છોડતું નથી અવનિતલના ગુપ્ત ભાગમાં સંતાયલાને મૂકતું. કે નથી સૈન્યથી વીંટાળેલા ચક્રવતીને છેડતું; એ એની અજબ લીલા સહેલાઈથી પ્રસર્યો જાય છે. હા એ પ્રવાહની ઓટમાંય પણ સામે મુખે તેના બેજાએથી ડરપેક બન્યા સિવાય, હામ ભીડી સામે તારે તરનાર એ પ્રવાહની અમાપ શક્તિને લેપી એય સિદ્ધ કરવા સમર્થ બને એ નિઃશંક વાત છે, બાકી વહેણમાં તણવું એ સહેજ સ્વભાવ છે. સમતાના શૌર્ય ભર્યા ધેધથીજ પુણ્યનિધાન આત્માઓ પ્રવાહને પ્રતિરોધ કરી શકે છે. યોગીશ્વરના ધ્યાન પહાડ પાસે પ્રતિપળ પ્રયાણ કરતા પ્રવાહને નિરૂદ્ધ થવું પડયું છે. વિપુલમતિ મહાત્માઓને પણ જડ કર્મોએ મુઝારે અનુભવાવ્યું છે. પુદગલની અનંત શક્તિ છે. અને એજ અનંતશક્તિ અનંતશક્તિમાન ચેતનને પરાભવ કરવા શક્તિમાન બને છે. કહ્યું છે કે “ કદી ચેતન બળવાન છે. કદી કરમ બળવાન; ચેતન નિજબળ વાપરે તેજ બને ભગવાન ” કર્મ અને આત્મા બનેને
અનાદિ કાળને સંબંધ છે. કદી ચેતન પિતાનું પરિબળ અજમાવી કર્મને પરાસ્ત કરે છે. અને કદી કમેસ્કૃતિ ચેતનને મુઝાવી પિતાની