SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪] કવિકુલકિરીટ સત્તાને ભેગવટે કરે છે. સંસારની ભ્રમણ લીલામાં કર્મ સાથે યુદ્ધ કરતે આત્મા સિંહ સ્વભાવ પ્રગટ કરે છે. અને તે સિંહનાદથી કર્મ પ્રકૃતિરૂપ મૃગલાઓ ભાગાભાગ કરે, રાડપાડે અને વનમાં છુટા છવાયા અદશ્ય થઈ જાય છે. કોઈ તપનિધાન, પુણ્યનિધાન, ગુણનિધાન, જ્ઞાન નિધાન, તેજેનિધાન આત્મભાવમાં રમણ કરતા મહાત્મા ભાન ભૂલેલા ચેતનને સિંહનાદથી જગાવે, શુભધ્યાનની લય લગાવે; તેજ તે અસીમ વહેતા કર્મપ્રવાહને સામને કરી, શુભધ્યાન નૈયાને આશ્રય લઈ મુકિતકિનારાની મને રમતા નીરખવા ભાગ્યશાળી બને છે. બન્યા છે. અને બનશે. જ્યારે અને ત્યારે એ કર્મપ્રવાહના વહેણમાં તણાવાનું રધી સામને કર્યો જ છુટકે. બાકી એ પ્રવાહમાં તણાયેજ જતાં કર્મ સત્તાનું કારમું રાજ્ય અટવાનું નથી. કર્મની કડી અને કારમી કાતીલથી જગતના જીવો કેઈ દુઃખના ડુંગરથી અને વિપત્તિઓની વાદળીઓથી ઝડપાયા. પરંતુ આત્મિક તત્વના અન્વેષક મહાત્માઓ ઉપસર્ગોને મહત્સવ માને છે. અણમેલ પ્રસંગ માની ભાવ મૌક્તિકથી તે દુઃખદ પ્રસંગોને સુખદ માની વધાવે છે. નથી પડી જેઓને દેહની કે ગેહની. નથી પડી જેઓને જીવનની કે મરણની, નથી પડી જેઓને કુટુંબીઓની અગર નેહીઓની ચિન્તા. તેવા પૂજ્ય પરમ પુરૂષ કર્મોને ઉદય આવતા ઉત્સાહી અને વૈર્યશાલી બની ચિરસ્મણીય મહર્ષિઓની હોલમાં ગણત્રી કરાવે છે. આપણું ચરિત્રનેતા દિનપ્રતિદિન જ્ઞાન, ધ્યાન, ક્રિયા, અનુછાના અનુભવો અને વિવિધ શિક્ષાઓથી પિતાના જીવન નિકેતનને આભૂષિત કરતા જતા હતા. ગુરૂ સેવા, ગુરૂ વચનપાલનની તીવ્ર ભાવના, ગુરૂની ધર્મઆશિષે વરવાની કામના એ આપણું ચરિત્ર નાયકના સાખ્ય મંત્રી બન્યા. હરેક પ્રવૃત્તિઓમાં એ મંત્ર મરણપથમાં જડાઈ ગયા. વળી એઓશ્રી ક્ષમા બેલે ધને, નમ્રતાથી ઉદ્ધતાઈને, વિનયથી અહંકારને જીતવાનું શીખ્યા. જ્ઞાન તરૂણ બનતું ગયું. જ્ઞાન લેવરની ઓજસ્વિતા વધી. પ્રૌઢ પંડિતને પણ તાજુબ બનાવવાની પ્રતિભા
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy