________________
૧૧૦ 1
- કવિકુલકિરીટ વ્યાખ્યાની પ્રથા બંગાલીઓને ઉપકારક અને ધર્મને સત–પંથની દર્શક નિવડી. બંગાલને વિહાર કે. વિકટ અને ભયાવહ છે, છતાંય. એ ધર્મના લીડરે (leader ) નિડરતાથી વિચરી, ઉપકારને અજબજ વરસાદ વરસાવ્યું. જેઓ માંસાહાર કરવામાં ધર્મ મનાવતા હતા, તેવાઓને પણ સરળ અને હૃદય સ્પર્શી દલીલથી માંસ મદિરાના કદર ત્યાગી બનાવ્યા. જોરશોરથી પ્રતિદિન વ્યાખ્યાન, અને જાહેર ભાષણની પ્રવૃત્તિઓ ચાલુ છતાં, ગુરૂસેવા તથા નવનવા શાસ્ત્રોનું અવલેકન મંદ ન પડતાં, અધિક અધિક ઉત્તેજિત થતું ગયું. ધન્ય છે એ શાસન સેવક અને ધર્મ સુભટ બાળ-વયસ્ક મુનિપ્રવરને !