SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] કવિકુલકિરીટ તે તીર્થોની વ્યવસ્થા, સુઘડતા અને સ્વચ્છતા, તે તે દેશના કુશલ કાર્ય કર્તાઓ જાળવી રહ્યા છે. જેમ પ્રાચીનકાળમાં અન્ય ધર્માવલંબીઓના તીર્થો કરતાં જૈનતીર્થો કેઈગુણી અધિકતા ધરાવતાં હતાં. હાલના સમયમાં પણ જે જે જૈનેના પ્રાચીન તીર્થો છે, તે તે તીર્થો લાખની લાગતથી ઉદ્ભવેલ છે. તે નિઃશંક છે. અને તેની સાચવણ જેવીને તેવી હમણું પણ આપણે જોઈ રહ્યા છીએ, તે તીર્થ પ્રેમી શાસનહિતૈષી જૈનસમાજને આભારી છે. કારણકે તેઓ સમજતા હતા કે “Delay is dangerous” (આજનું કામ કાલ ઉપર ન રાખવું.) વર્તમાન સમયમાં વિદ્યમાન સેંકડે તીર્થો પુરવાર કરે છે કે, ભૂતકાળમાં જેનેની વસ્તી અને આબાદીના પ્રમાણે હજારોની સંખ્યામાં હવા જોઈએ; મેગલાઈ જુલ્મી મારશલ્લામાં સેંકડે અને હજારે મૂર્તિઓ નાશવંત બની. એ કારમી સત્તાને ગેરવ્યાજબી સપાટામાં, કેઈક તે. મંદિરે અને મૂર્તિઓ સપડાતાં, જુલ્મી કાલના પ્રવાહથી જેટલાં સંરક્ષિત રહ્યા, કે જેટલી મૂર્તિઓ ભૂમિગૃહમાં સચવાઈ તેટલાં મંદિરને મૂર્તિઓ, એ પ્રાચીન ઉન્નતિની અવધિનું પ્રદર્શન કરે છે. વિહારભૂમિ સમવસરણ તીર્થો, એ તીર્થંકરદેવોના કલ્યાણક, વિહાર, સ્થિતિ સ્થાન, મહાત્માઓના નિર્વાણ વગેરે ઉત્તમ અવસરેમાં ઉદ્દભવે છે. તે કલ્યાણ થયાને હજારે નહિં, બબ્બે લાખે વર્ષો વ્યતીત થયાં છતાં પણ, તે ક્ષેત્રે પુનીત અને પૂજ્ય મનાયાં. ત્યાંની ધૂલી-સ્પર્શના પણ નિમળતાને હેતુ મનાઈ. દેવે પણ આ તીર્થને પુણ્ય માનીને ત્યાં ભકિત, સ્તવના, પૂજા આદિ કરવા આવતા હતા ને વર્તમાનમાં પણ કેટલાક તીર્થોમાં અદશ્યરૂપે તેઓ આવી ચમત્કારની માળા વિસ્તારમાં જનતાને ધર્મ માર્ગે દોરે છે અને વિસ્મયતા પમાડતાં શ્રદ્ધા મજબુત કરાવે છે. ખરેખર તીર્થો એ નિવૃત્તિનું ધામ, યોગીઓનું નિવાસ-નિકેતન અને ભાવના દેવીની પુરેપુરી આરાધના અને આત્માની અજબ જોત જગાવનાર તે મૌલિક ત! અનુપમ તીર્થોની મહત્તા વધારવામાં જનતાની પ્રતીતિ અને
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy