________________
સૂરિશેખર
_ ૯૩ શકે છે. જેઓ વિચારને અનુકુલજ વાણી વદે છે. અને ઉભયને અનુકુલ આચરણને આચરે છે. તેજ ગીવરે પૂજનીય તરીકે પંકાય છે, ને મનાય છે. પ્રત્યેક પ્રવૃત્તિઓ આદરતાં, હાઈ–ઉગારે જેઓના ઝલકી ઉંડી અસર કરે છે. અને આરંભાયેલી પ્રત્યેક પ્રવૃત્તિઓ અનાયાસે વિજયને વરે છે. પ્રવૃત્તિઓના પ્રારંભમાં જ તેને વિજય તેઓ સન્મુખ જ જુએ છે. જગતભરના વિજય માટે, જેઓનું જીવન સુપ્રત થયું હોય તે મહર્ષિઓની દીવ્યદૃષ્ટિ, અને મનનીય ચારિત્રનીપ્રભા વિશ્વ ઉપર અને ખા પ્રકાશને પાડનાર બને છે. તેઓના વચન શ્રેણીથી થતી સ્પર્શના ભાવુક શ્રોતાવર્ગને ભાવનું–ભાજન બનાવવા સાથે, નવચૈતન્ય પ્રગટાવે છે. જે નવ ચેત્યન્ય નિતાંત પ્રફુલિત થતાં એક દીપકથી જેમ હજારે દીપક પ્રગટે છે. તેમ હજારેને સુબોધની નિર્મળ ધારાથી નવ ચૈતન્યવાન બનાવે છે. અને એ અજબ ચૈતન્ય-વિજળી વિશ્વભરમાં વ્યાપે છે. એટલે જ્યાં ને ત્યાં જ્ઞાન-ચિરાગની ઝગમગતી જવલંત તિ મૂર્તિમંત બની પ્રકાશ, પ્રકાશ ને પ્રકાશજ સર્જે છે. અંતે અનંત પ્રકાશમાં તે આત્માઓ એકાકાર બની, કદીય નમસ્તેમને સ્પર્શતા નથી. આહાહા ! આ બધાય પ્રભાવ, એ વિશ્વવત્સલ, વિશ્વ-દીપક, વિશ્વતારક, પરોપકારી નિગ્રેનેજ છે !
બગીચાની શોભા, વિવિધ રંગબેરંગી સૌરભ ભર્યો કુસુમવૃંદ હોય છે, ગૃહસ્થાશ્રમની શોભા, કુટુંબ-કબીલે અને ધન મનાય છે, માનવ પ્રકૃતિની શોભા, કમલ સમુ મુખ છે, વનરાજિની શોભા, ઘટાદાર જમા થયેલી વૃક્ષની શ્રેણીઓ છે. તેમ અખિલ પૃથ્વીની શોભા, સુગુણી પુરૂષ અને પુનીત તીજ હોય છે. જે દેશમાં ઉત્તમ કવિ, ઉત્તમ વક્તા અને સર્વોચ્ચ વિદ્યા–સંપન્ન પુરૂષ, તેમજ તરણતારણ તીર્થો વિદ્યમાન હોય છે, તે દેશ કેવલ મૃત્યુલેક નહી કિન્તુ દેવકથી પણ અધિક મનાય છે. આબાદીવાળ અને સમૃદ્ધિવાન કહેવાય છે. અને તે ભાવુક અનેક યાત્રાળુઓની મીઠી નજરેથી નિરીક્ષાય છે. જે જે તીર્થો જુદા જુદા દેશોના વિભાગમાં પુનીત તીર્થો આવેલા છે, તે