SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ૧૭૩. [ આત્મતત્ત્વવિચાર ચાર પ્રકારનું હોય છે: પિંડ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આ વસ્તુ જાણવા જેવી છે, પણ અહીં વિસ્તારભયથી તેનું વર્ણન નહિ કરીએ. એની વિગત જેવા ઈચ્છનારે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રને સાતમે પ્રકાશ જે. ' (૮) નિવૃત્તિ બાદરગુણસ્થાન પર છે “ આત્મવિકાસની ખરી શરૂઆત ચેથા ગુણસ્થાનથી થાય છે. એ વસ્તુ આગળ તમારા ધ્યાનમાં લાવવામાં આવી છે. એથે ગુણસ્થાને મિથ્યાત્વ જોય, એટલે સમ્યકત્વ આવે. પાંચમે ગુણસ્થાને અવિરતિને અમુક ભાગ એ છે થાય, એટલે દેશવિરતિ આવે. છ ગુણસ્થાને અવિરતિ પૂરેપૂરી દૂર થાય એટલે સર્વવિરતિ આવે અને સાતમા ગુણસ્થાને પ્રમાદને પરિહાર થાય, એટલે આત્માની જાગૃતિ -જળહળી ઉઠે. “ આ રીતે આઠમાએ શું થાય?’ એ પ્રશ્ન તમારાં મનમાં ઉઠશે, એટલે જણાવીએ છીએ કે “આઠમાએ અપૂ-વકરણ થાય. આત્મા સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે રાગદ્વેઅષની નિબિડ ગ્રંથિને ભેદ કરે, તેને પણ અપૂર્વકરણ કહેવાર્ય છે, પણ આ અપૂર્વકરણ તેનાથી જુદું છે. એક નામ-વાળાં બે પર્વત કે બે શહેરે હોય છે, તે પ્રમાણે અહીં પણ સમજવું. આ અપૂર્વકરણમાં મુખ્યત્વે પાંચ વસ્તુઓ હોય છે: (૧) સ્થિતિઘાત, (૨) રસઘાત, (૩) ગુણશ્રેણિ, () ગુણસંક્રમ અને (૫) અપૂર્વ સ્થિતિબંધ. આ પાંચ વસ્તુઓ જીવે અનંત સંસારમાં આગળ કદી કરેલી નથી, તેથી તેને અપૂઆ વકરણ કહેવામાં આવે છે. • કર્મની દીર્ઘ–લાંબી સ્થિતિને અપવતનાકરણ વડે ન્યૂન, ( ન્યૂનતર કે ન્યૂનતમ કરવી તે સ્થિતિઘાત કહેવાય. જે કર્મના તીવ્ર રસને અપવર્તનાકરણ વડે મંદ, મંદતર કે મંદતમ બનાવવા એ રસઘાત કહેવાય. ઓછા સમયમાં વધારે કર્મપ્રદેશ ભેગવાય એવી સ્થિતિ ઉત્પન્ન કરવી તે ગુણશ્રેણિ કહેવાય. આ ગુણશ્રેણિ હું બે પ્રકારની છેઃ ઉપશમ શ્રેણિ અને ક્ષપકશ્રેણિ. ઉપશમાં - શ્રેણિએ ચડનારો આત્મા મેહનીય કર્મની પ્રકૃતિનું ઉપશમન કરે, તેથી તે ઉપશમક કહેવાય. ક્ષપકશ્રેણિએ ચડનારે - આત્મા મોહનીય કર્મની પ્રકૃતિને ક્ષય કરે, તેથી તે ક્ષપક કહેવાય. અગિયારમું ગુણસ્થાન ઉપશાંતમૂહ છે. ત્યાં ઔષથમિક વિતરાગ દશાને અનુભવ થાય છે. ત્યાં પહે-- ચાડનાર' ઉપશમશ્રણિ છે. * * * બારમું ગુણસ્થાન ક્ષીણમેહ એટલે ક્ષાયિકભાવે ( વીતરાગ દશાનું છે, ત્યાં પહોંચવા માટે ક્ષપકશ્રેણિ છે. તેમાં ક્ષપકશ્રેણિનો માર્ગ ઊંચે છે, એટલે તે વધારે વખણાય છે. કોઈપણ જીવને ક્ષપકશ્રેણિ સિવાય કેવલજ્ઞાન થઈ શકે નહિ, એવો અટલ નિયમ છે. એટલે એક આત્મા ઉપશમ શ્રેણિએ ચડીને પડ્યો હોય, તે ઊંચે ચડીને જ્યારે ક્ષપક, શ્રેણિ પર આરૂઢ થાય, ત્યારે જ કેવલજ્ઞાન પામી શકે... - : બંધાઈ રહેલી શુભ પ્રકૃતિમાં અશુભ પ્રકૃતિનાં દળિયાં અર ઉપશમશ્રષિાના અનુભવ થાય છે.
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy