________________
[ આત્મતત્વવિવાર
ગુણસ્થાને આવે છે. આમ છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનનું પરિવર્તન સામાન્ય રીતે લાંબા કાળ સુધી ચાલ્યા કરે છે. - આ ગુણસ્થાન જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પર્યત હોય છે.
અહીં એ વસ્તુ જણાવવી જોઈએ કે છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાને વર્તતા સંયત છે ધર્મધ્યાનને વિશેષ આશ્રય લે છે અને તેથી આત્મશુદ્ધિ વિશેષ પ્રકારે કરી
ધ્યાન ચાર પ્રકારનું છે : (૧) આત્ત ધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. તેમાં પહેલાં બે ધ્યાને અશુભ હોવાથી ત્યજવા ગ્ય છે અને છેલ્લાં બે ધ્યાને શુભ હોવાથી આરાધવા ગ્ય છે. અશુભ ધ્યાન છેડ્યા વિના શુભ ધ્યાન થાય નહિ, તેથી ધર્મધ્યાન કરનારે આ બંને ધ્યાન છોડવાનાં હોય છે. - ધર્મધ્યાન ચાર પ્રકારનું છેઃ (૧) આજ્ઞાવિચય, (૨) અપાયવિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. | સર્વજ્ઞ ભગવંતોએ કઈ આજ્ઞાઓ ફરમાવી છે, તેને
સ્વરૂપ કેવું છે? પિતે એ આજ્ઞાઓને કયાં સુધી અમલ કરે છે? વગેરે બાબતેની સતત વિચારણા કરવી એ -
આજ્ઞાવિચયધર્મધ્યાન છે. - આ સંસાર અપાય એટલે દુઃખથી ભરેલો છે, તેમાં પ્રાણીને કંઈ પણ સુખ નથી. જેને સાંસારિક સુખ કહેવામાં
વે છે, તે વસ્તવિક સુખ નથી, પણ સુખને ભ્રમ છે.
જિ8થી-પંગલથી સુખની પ્રાપ્તિ થઈ શકે નહિ, એ તો અમાને વિકાસ કરવાથી જ પ્રાપ્ત થઈ શકે. આવી સતત વિચારણા કરવી, એ અપાયવિચયધર્મધ્યાન છે.
કર્મની મૂળપ્રકૃતિ કેટલી? ઉત્તરપ્રકૃતિ કેટલી ? તેને બંધ કેમ પડે? તેને ઉદય કેમ થાય? કયું કર્મ કેવો વિપાક આપે? હું જે અવસ્થાઓને અનુભવ કરું છું, તે ક્યા. કર્મને આભારી છે? આ જાતની નિરંતર વિચારણા કરવી તે વિપાકવિચયધર્મધ્યાન છે. [જેણે કર્મનું સ્વરૂપ બરાખર જાણ્યું નથી, તે આવું ધ્યાન શી રીતે ધરી શકે? મતલબ કે હાલ કમની જે વ્યાખ્યાનમાળા ચાલી રહી છે, તે તમને ધર્મધ્યાન કરવામાં ઘણું ઉપકારક છે.]. [ દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત વિચારણા કરવી એ જે સંસ્થાનવિચય-ધર્મધ્યાન છે. અહીં દ્રવ્યથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો અને ક્ષેત્રથી ચૌદ રાજલક અને તેના જુદા જુદા વિભાગો સમજવા. મતલબ કે આ ધ્યાન ધરનાર કમ્મર પર હાથ મૂકીને ઊભેલા પુરુષ સમાન. ચૌદ રાજલકનું સ્વરૂપ ચિતવે, ત્રસ નાડી, અલેક, -મધ્યમલેક, ઊર્વક વગેરેનું સ્વરૂપ ચિતવે; અને નિગેદ, તિર્યંચ, મનુષ્ય અને દેવ વગેરેને ઉત્પન્ન થવાનાં સ્થાને વિચાર કરી પિતાની ધર્મભાવના મજબૂત કરે.
આ ગુણસ્થાનમાં ઉત્તમ ધ્યાનના વેગથી આત્મશુદ્ધિ. ઘણી ઝડપથી થતી જાય છે.. છે ધ્યાનમાં આલંબનને દયેથ કહેવામાં આવે છે. તે.