________________
૧૮
[ આત્મતત્ત્વવિચાર
આંધી ઊંડાં જલાશયમાં કૂદી પડા; પણ તે ટૂખ્યા નહિ. જાણે હાડી તરતી હાય તેમ એ જલની સપાટી ઉપર તરતા જ રહ્યો!
પછી તેણે કાષ્ઠની ચિતા સળગાવીને તેમાં પ્રવેશ કર્યા, તેા અકાળે વૃષ્ટિ થઈ અને ચિતા બુઝાઈ ગઈ. આમ અનેક પ્રયત્નો કરવા છતાં મૃત્યુએ મહાખ્ખત બતાવી નહિ, ત્યારે તે વિચાર કરવા લાગ્યા કે ‘હવે હું કાનાં શરણે જાઉં? મૃત્યુ પણ મારું દુઃખ મટાડવા તૈયાર નથી ! !
એ જ વખતે પેટ્રિલદેવ અંતરીક્ષમાંથી ખેલ્યાઃ હું તેતલિપુત્ર ! આગળ મેાટા ખાડા છે, પાછળ ગાંડા હાથી ચાલ્યા આવે છે, અને ખાજુ ઘાર અંધારૂ છે, વચ્ચે મા વરસે છે, ગામ સળગ્યું છે અને રણ ધગધગે છે, તેા કયાં જવુ* ?
તેતલિપુત્ર આ પ્રશ્નના મમ સમજી ગયા, એટલે તેને જવાબ આપ્યા ‘જેમ ભૂખ્યાનું શરણુ અન્ન છે, તરસ્યાનું શરણ પાણી છે, રાગનું શરણુ ઔષધ છે અને થાકેલાનું શરણુ વાહન છે, તેમ ચારે બાજુથી ભયભીત થયેલાં પ્રાણીઓનું શરણુ પ્રત્રજ્યા છે. પ્રવ્રુજિત થયેલા શાંત, દાંત અને જિતેન્દ્રિયને કશા ભય હાતા નથી.’
એ જ વખતે અંતરીક્ષમાંથી અવાજ આવ્યા કે જ્યારે તુ આ વસ્તુ સમજે છે, ત્યારે પ્રત્રજ્યાનુ શરણ અગીકાર કેમ કરતા નથી ?’ અને તે જ ક્ષણે તેની સામે પ્રકાશના એક પુજ ખડા થયા. તેણે કહ્યું : ‘હું તમારી
ગુણસ્થાન ]
૧૬૯
પાટ્ટિલા છું અને તમને કહેવા આવી છુ કે, સંસારના આ અધા ર'ગઢંગ જોયા પછી હવે તે ચારિત્ર અ'ગીકાર કરો !' અગારા પરથી રાખ ઊડી જતાં અગ્નિ પ્રકાશવા લાગે છે, તેમ જ્ઞાન પર આવેલાં મેાહનાં વાદળ ખસી જતાં સાચી વસ્તુ સમજાય છે. આ વચનેાથી પ્રતિબંધ પામી અમાત્ય તેતલિપુત્રે સંસાર છેડયા અને સયતદશા સ્વીકારી. તેને તરત જ જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વજન્મમાં ભણેલા ચૌદ પૂર્વ યાદ આવી ગયા. રાજા વગેરેનાં મગજ ઠેકાણે આવી ગયાં. બધા નમવા આવ્યા. તેતલિપુત્ર મુનિએ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, વડે સયતદશાને ખૂબ અજવાળી અને તેઓ કેવલજ્ઞાન પામી સિદ્ધ, બુદ્ધ, નિર્જન થયા.
મહાનુભાવા! છઠ્ઠા ગુણસ્થાનમાં આવું ખળ રહેલું છે, એટલે જ સર્વાં સુજ્ઞજના તેની ઇચ્છા કરે છે.
આ ગુણસ્થાનની જઘન્ય સ્થિતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત છે. પણ પ્રમત્ત–અપ્રમત્ત મળીને જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશેાનપૂર્વ એટલે એક ક્રોડ પૂર્વાંમાં આઠ વર્ષ આછી હાય છે.
(૭) અપ્રમત્તસયતગુણસ્થાન
સંજવલન કષાયાના ઉદય મંદ થતાં સાધુ પ્રમાદરહિત થવાથી અપ્રમત્ત બને છે. તેની અવસ્થાવિશેષને અપ્રમત્તસયંતગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં રહેલા આત્મા જરા પણ પ્રમાદવાળા થયા કે તે છઠ્ઠા ગુણસ્થાને આવી જાય છે અને પ્રમાદરહિત થયા કે પુનઃ સાતમા