________________
L[ આત્મતવિંચાણ કર્યો, ચારિત્ર અંગીકાર કર્યું અને એ ચારિત્રપાલનનાં પરિક હંમે તેની સદ્ગતિ થતાં તે આઠેમા દેવલેકમાં પદિલ નામનો દેવ બની.
પિદિલદેવને પિતાનું વચન યાદ આવ્યું અને તે અમાત્યનાં મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવા પ્રયાસ કરવા, લાગે, પરંતુ કીર્તિ, સત્તા અને વૈભવમાં મસ્ત બનેલા મહામાત્યને વૈરાગ્ય થયે નહિ. એકલી સત્તા, એકલી કીર્તિ કે એકલે વૈભવ પણ મનુષ્યને સંસારનાં બંધનમાં જકડી રાખે છે, ત્યારે અહીં તે ત્રણે વસ્તુઓ હાજર હતી! તે - અમાત્યનાં દિલમાં વૈરાગ્યની વેલડી શી રીતે પાંગરવા દે?
પિદિલદેવને લાગ્યું કે દુઃખ વિના અમાત્ય ઠેકાણે નહિ આવે અને તેને ખરું દુઃખ તો અપમાનિત થવાથી જ લાગશે, એટલે એક દિવસ તેણે રાજાની બુદ્ધિ ફેરવી નાખી. અમાત્ય રાજ્યસભામાં દાખલ થયે, ત્યારે રાજાએ મોટું ફેરવી નાખ્યું. અમાત્યને લાગ્યું કે “કઈ પણ કારણે આજે રાજાને પિતાના પર રીસ ચડી છે. આ રીતે બન્યો તે
શું કરે, એ ભલું પૂછવું. રીસમાં ને રીસમાં કદાચ તે મને આ મારી પણ નાંખે, માટે મારે અહીંથી ખસી જવું જોઈએ.”
તે અવસર જોઈ સભામાંથી નીકળી ગયો, પણ રસ્તામાં કેઈએ તેને માન આપ્યું નહિ. જાણે કોઈ તેને ઓળખતું જ ન હોય એવો વ્યવહાર તેના જેવામાં આવ્યું. તે બન્યઝ ઘરે આવ્યો તે ત્યાં પણ એ જ હાલત નિરખી. કેઈ પણ મકરચાકરે ઊભા થઈને તેને માન આપ્યું કંહિ કે
તેનાં બીજા કેઈ પ્રકારે આદરસત્કાર કર્યો નહિ. આથી અમાત્યને ખૂબ આઘાત લાગ્યો અને તેણે આવી માનહીન -અપમાનિત જીંદગી જીવવા કરતાં તેને અંત લાવવાને નિર્ણય કર્યો. ' તેણે પિતાના ઓરડામાં જઈને દ્વાર બંધ કર્યા અને ગળા પર જોરથી તરવાર ફેરવી, પણ તેની કંઈ અસર થઈ નહિ. અમાત્યને લાગ્યું કે આમાં પિતાની કંઈ ભૂલ થતી હશે, એટલે તેણે ગળા ઉપર ઉપરાઉપરી તરવાર ફેરવી, પરંતુ તેનું પરિણામ પણ પ્રથમ જેવું જ આવ્યું. * જે બીજો કોઈ મનુષ્ય હેત તે આટલેથી અટકી ગયે હત, પણ મહામાત્ય તેતલિપુત્ર જુદી જ માટીથી ઘડાયેલે હિતે, એટલે તે હિંમત હાર્યો નહિ. તેણે તો કઈ પણ રીતે જીદગીને અંત લાવવાનો નિર્ણય કર્યો જ હતો, એટલે બીજો ઉપાય અજમાવ્યું. તેણે પિતાની પાસે તાલપુટ વિષ સંગ્રહી રાખ્યું હતું, તે ખાઈ લીધું. તાલપુટ વિષ તાળવાને અડે કે મનુષ્યના પ્રાણ નીકળી જાય, પણ મંત્રીને એની પણ કંઈ અસર થઈ નહિ! આથી તે અકળા અને નગરબહાર ગયે. ત્યાં એક મોટા વૃક્ષની ડાળે મજબૂત દોરડું બાંધી ગળે ફાંસો ખાધે, પણ એવામાં દેરડું તૂટી ગયું અને તેને કંઈ પણ ઈજા થઈ નહિ!
શસ્ત્ર નિષ્ફળ ગયું, વિષ વિફલ થયું અને દેરડાએ પણ કંઈ કરી કરી નહિ, ત્યારે અમાત્યે જળને આશ્રય લેવા વિચાર કર્યો અને તે પિતાની ડોકે એક મેટી શિલા