SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ * * * E ૧૬૦ [ આત્મતત્ત્વવિચાર આ બંનેના વેગથી નવકેટિ સામાયિકનું પચ્ચકખાણ શી રીતે થાય? તે તમને જણાવીએ છીએ. ' ' મનથી પાપ કરવું નહિ, એ પ્રથમ કેટિ. વચનથી પાપ કરવું નહિ, એ બીજી કેટિ. કાયાથી પાપ કરવું નહિ, એ ત્રીજી કેટિ. મનથી પાપ કરાવવું નહિ, એ ચેથી કટિ, વચનથી પાપ કરાવવું નહિ, એ પાંચમી કેટિ. કાયાથી પાપ કરાવવું નહિ, એ છઠ્ઠી કેટિ. મનથી પાપ અનુમેદવું નહિ, એ સાતમી કેટિ.. વચનથી પાપ અનમેદવું નહિ, એ આઠમી કટિ. કાયાથી પાપ અનુમોદવું નહિ, એ નવમી કેટિ... શ્રાવક પાપ કરે નહિ, કરાવે નહિ, પણ તે અનુદનામાંથી બચી શકે નહિ, તેથી તેને પ્રથમની છ કેટિએ જ સામાયિક હોય છે. તમે સામાયિકનું પચ્ચકખાણ લેતી વખતે સુવિ તિવિM પાઠ લે છે અને તેની સમજૂતીમાં મળળ વાચાઇ જાણ મિ ત ાયમ બેલે છે, એટલે પ્રથમની છ કટિઓ આવે. જ્યારે સાધુ સામાયિકનું પચ્ચકખાણ લેતી વખતે તિવિદ્દ સિવિ પાઠ લે છે અને તેની સમજૂતીમાં મળેળ વાયાણ જાળ મ ન વારિ, વરd fષ અન્ન ન સમજુત્તાનામિ એવો પાઠ બેલે છે, એટલે તેમાં નવ કેટિઓ આવે છે. તે - પાંચ મહાવ્રતો તે (૧) પ્રાણાતિપ્રાણ-વિરમણ વ્રત (૨) મૃષાવાદ-વિરમણ–વત, (૩) અદત્તાદાન-વિરમણ વ્રત () મૈથુન-વિરમણવ્રત અને (૫) પરિગ્રહ-વિરમણ-ત્રત ગુણસ્થાન ] આ મહાવતને લીધે સાધુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહિતાનું ઉત્કૃષ્ટ પાલન કરે અને બીજાઓને પણ એ માર્ગે પ્રવર્તાવવા માટે પ્રયત્નશીલ રહે. | સંયત આત્માઓ આ વ્રતનાં રક્ષણ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ અષ્ટપ્રવચનમાતાનું પાલન કરે, એટલે ચાલવાની જરૂર હોય તો તેઓ દિવસના ભાગે, અવરજવરવાળા માર્ગમાં, જીવજંતુરહિત ભૂમિ પર, ઘસરાપ્રમાણ ભૂમિને શોધતાં ચાલે. તેમાં કઈ પણ જીવની વિરાધના ન થઈ જાય તેનું ખાસ લક્ષ રાખે. બલવાની જરૂર હોય તે પ્રિય, પથ્ય અને તથ્યવાળી વાણી બેલે, પણ બીજાને જીવ દુભાય એવી કર્કશ વાણુને પ્રયાગ ન કરે. પિતાને જોઈતા આહાર, પાણી, ઔષધ વગેરે યાચીને મેળવે અને તેમાં કઈ દેષ ન લાગી જાય તેની પૂરતી કાળજી રાખે. તેઓ પિતાનાં વસ્ત્ર પાત્રની રોજ પ્રમાર્જના-પડિલેહના કરે અને તેને લે-મૂક કરતાં કોઈ જીવની વિરાધના ન ન થાય તેની કાળજી રાખે. વળી તેઓ મલ-મૂત્રને ઉત્સર્ગ નિરવ એકાંત ભૂમિમાં કરે. ' તેઓ મનવૃત્તિ પર કાબૂ રાખે, એટલે જે તે વિચારો કરે નહિ; વચન પર કાબૂ રાખે, એટલે જરૂર હોય તો જ 'બોલે, નહિ તે મૌન સેવે. તેઓ કાયા પર કાબૂ રાખે, એટલે જરૂર વિના તેનું હલનચલન કરે નહિ અને બને " ત્યાં સુધી અંગે પાંગ સકેચી રાખે. છે સયત આત્માઓ આત્મકલ્યાણના હેતુથી સ્વાધ્યાય, આ. ૨-૧૧
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy