SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ (૮) અન દંડ-વિરમાણુ–વ્રત. (૯) સામાયિક-વ્રત. (૧૦) દેશાવકાશિક-વ્રત. (૧૧) પાષધ–ત્રત. (૧૨) અતિથિસ’વિભાગ–વ્રત. [ આત્મતત્ત્વવિચાર આમાંના પહેલાં પાંચ અણુવ્રતા કહેવાય, પછીનાં ત્રણ ગુણવ્રતા કહેવાય અને છેવટનાં ચાર શિક્ષાવ્રતા કહેવાય. પ્રથમનાં પાંચને અણુવ્રત કહેવાનું કારણ એ છે કે તે મહાત્રતાની અપેક્ષાએ અણુ છે-નાનાં છે; પછીનાં ત્રણને ગુણવતા કહેવાનુ કારણ એ છે કે તે પ્રથમનાં પાંચ વ્રતાથી ઉત્પન્ન થતાં ચરિત્રગુણની પુષ્ટિ કરનારાં છે અને છેલ્લાં ચારને શિક્ષાવ્રત કહેવાનું કારણ એ છે કે તે શ્રાવકને સવિરતિની અમુક અંશે શિક્ષા-તાલીમ આપનારાં છે. એક માન્જી અવિરતિ અને બીજી માજી સÖવિરતિ, એ બે વચ્ચેની આ સ્થિતિ છે, તેથી તેને મધ્યમમાગ કહીએ તે પણ ચાલે. આજે મધ્યમમાની હિમાયત થઈ રહી છે અને તેને ખૂબ વ્યવહારુ લેખવામાં આવે છે, તેથી અમે તમારું ધ્યાન ખેંચવા ઇચ્છીએ છીએ કે સાચા મધ્યમમાર્ગ આ છે. એનું અનુસરણ કરવાથી આત્મા ક્રમશ : આગળ વધી શકે છે અને છેવટે પેાતાનુ અભીષ્ટ સિદ્ધ કરી શકે છે. આ ગુણસ્થાન સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય એ બંનેને હાઈ શકે છે, એટલે મનુષ્યની માફક તિર્યંચ પણ વ્રત આદિના અધિકારી છે. આ ગુણસ્થાનની જઘન્ય સ્થિતિ ગુણસ્થાન ૧૫૯ અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશનઃ પૂર્વ ક્રોડ એટલે એક ક્રોડ પૂર્વમાં આઠ વર્ષ ઓછી છે.x (૬) પ્રમત્તસયત–ગુણસ્થાન હવે છઠ્ઠાં ગુણસ્થાન પર આવીએ. ‘ છઠ્ઠાં ગુણસ્થાને સાધુપણું’ એ તે તમે બધા જાણતા જ હશેા, પણ આ ગુણસ્થાનનું નામ પ્રમત્તસયત કેમ પડયું ? તે તમારે સમજવાનું છે. વ્યુત્પત્તિનાં ધારણે કહીએ તેા–પ્રમત્ત એવા સંયતની જે અવસ્થાવિશેષ તે પ્રમત્તસયત–ગુણસ્થાન. અહીં સયત એ મૂળ શબ્દ છે અને પ્રમત્ત એ તેનુ ં વિશેષણ છે, એટલે પ્રથમ વિચાર સયતના કરીએ. જે આત્મા નવકેટિથી યાવજ્જીવ સામાયિકનું પચ્ચક્ખાણ કરે અને પાંચ મહાવ્રતા ધારણ કરે તે સવિરતિમાં આવ્યા ગણાય અને તેને સયત કહેવાય. સાધુ, મુનિ, નિગ્રંથ, ભિક્ષુ, યતિ, શ્રમણ, અણુગાર, વગેરે તેના પર્યાય શબ્દો છે. ત્રણ ચેાગ અને ત્રણ કરણથી પચ્ચકખાણ કરતાં નવકેટ પચ્ચકખાણ થાય. ત્રણ યાગ એટલે મન, વચન અને કાયા. ત્રણ કરણ એટલે કરવું, કરાવવું અને અનુમાવું. ' × દેશવિરતિ ગુણસ્થાનમાં આત ધ્યાન અને રૌદ્રધ્યાન મંદ હોય છે અને શ્રાવકનાં ષટ્કમ, ૧૧ પ્રતિમા અને ૧૨ વ્રતનાં પાલનથી ઉત્પન્ન થયેલું મધ્યમ પ્રકારનું ધર્મ ધ્યાન હાય છે.
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy