________________
[ આત્મતત્ત્વવિચાર ધ્યાન તથા તપની પ્રવૃત્તિ કરે અને આવશ્યકાદિ અનુષ્ઠાન વડે જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિ કરતા રહે.
પરમપદ, નિર્વાણ કે મેક્ષ એ તેમનું ધ્યેય હાય અને એ ધ્યેયને પૂર્ણ કરવા માટે તેમને ઉત્સાહપૂર્વક પ્રયત્ન હોય. તેઓ કદી એદી કે આળસુ થઈને બેસી રહે નહિ. આમ છતાં પૌગલિક સુખના પૂર્વ સંસ્કાર તેમના પર પુરજોશથી આક્રમણ કરતા હોય છે, એટલે કદી કદી તેમનામાં પ્રમાદ દેખાવ દે છે. પ્રમાદ એટલે આત્મવત અનુત્સાહ. આ રીતે આ સંયતપણામાં પ્રમાદને સંભવ હોવાથી તે પ્ર: સંયત અવસ્થા ગણાય છે.*
સંસારનાં દુઃખથી ભયભીત થયેલા પ્રાણીઓને સંયમ ધર્મની દીક્ષા અર્થાત્ મંત્રજ્યા એ જ શરણભૂત છે. અમાત્ય તેટલીપુત્રની કથા તમને આ વસ્તુ બરાબર સમજાવશે.
અમાત્ય તેટલીપુત્રની કથા તેતલપુર નામે એક નગર હતું. ત્યાં કનકરથ નામને રાજા રાજ્ય કરતા હતા. તેને પદ્માવતી નામની સુંદર અને ગુણિયલ પત્ની હતી તથા શામ, દામ, ભેદ અને દંડની નીતિમાં કુશળ એ તેટલીપુત્ર નામે મહામાત્ય હતે.
કનકરથ રાજાને રાજગાદી પર ઘણે મોહ હતો, એટલે રાણીઓને જે પુત્રો થતા, તેને તે ખોડખાપણવાળા કરી નાખો, જેથી તે રાજગાદીએ આવી ન શકે. રાજગાદીએ
x ચેથાસંજ્વલન કષાયોના તીવ્ર ઉદયથી મુનિ પ્રમાદયુક્ત થાય છે, તે કારણથી તેવા મુનિ પ્રમત્તગુણસ્થાનવત કહેવાય છે.
- -ગુણસ્થાનકક્રમાસેહગાથા ૨૭,
આવનાર પૂર્ણ અંગવાળો હોવો જોઈએ, એવી તે વખતની દૃઢ માન્યતા હતી.
પદ્માવતી રાણીને રાજાનું આ વર્તન જરાય પસંદ ન હતું, પણ શું કરે ? રાજા તેનું કહ્યું માનતું ન હતું. આખરે રાણીએ અમાત્યને વિશ્વાસમાં લીધું અને પિતાને જે પુત્ર થાય તેને કોઈ પણ રીતે બચાવી લેવાને નિર્ણય કર્યો. કાલક્રમે પદ્માવતીને પુત્ર થયે. તે જ વખતે અમાત્ય તેટલીપુત્રની પત્ની પિટ્ટિલાએ એક મૃત પુત્રીને જન્મ આપ્યો, અગાઉ કરી રાખેલી ગઠવણ મુજબ આ બંનેની અદલાબદલી થઈ અને પદ્માવતીને પુત્ર અમાત્યના પુત્ર તરીકે જાહેર થયો. તેનું નામ કનકવજ રાખવામાં આવ્યું અને તેને ખૂબ લાડકેડમાં ઉછેરવા માંડયો.
એમ કરતાં તે મોટો થયો, ત્યારે કનકરથ રાજા બીમાર પડ્યો અને મરણ પામ્યા. બધા ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે “હવે રાજગાદીએ કેને બેસાડવો?’ તે વખતે અમાત્યે કનકદેવજને હાજર કર્યો અને બધે ઈતિહાસ કહ્યો. રાણી પદ્માવતીએ તેની પુષ્ટિ કરી. આથી રાજગાદી પર કનકધ્વજને અભિષેક કરવામાં આવ્યો.
આ વખતે રાજમાતાએ શિખામણ આપી કે “અમાત્ય તારો ઉપકારી છે, તારું રક્ષણ કરી તેને ઉછેર્યો છે, માટે તેનું હંમેશાં માન રાખજે.”
કનકધ્વજે એ શિખામણ માન્ય રાખી અને તે અમાન ત્યનું બહુમાન કરવા લાગે. અમાત્ય જ્યારે રાજ્યભામાં આવે