SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨p . ૧૨૧ I [ આત્મતત્ત્વવિચાર એ આત્મવિકાસના માર્ગમાં કાળને કેમ તોડ? એ મુખ્ય બાબત છે. આત્મા જ્યારે મેહનીય કર્મની સ્થિતિ ૬૯ કડા કેડી સાગરોપમથી કંઈક વધારે ઘટાડે, ત્યારે ગ્રંથિભેદ કરીને સમ્યકત્વ પામે. તેથી વધુ સ્થિતિ તોડે, ત્યારે દેશવિરતિપણુ પામે અને તેથી વધુ સ્થિતિ તેડે, ત્યારે સર્વવિરતિપણુ પામે. આ રીતે આત્માના ગુણે પ્રકટ કરવા માટે કર્મની સ્થિતિ તોડી નાખવી પડે છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે કર્મની સ્થિતિ તૂટવા છતાં કર્મને પ્રદેશને સમૂહ તો એમને એમ જ રહે છે. પરંતુ તે દીર્ઘકાળને બદલે ટુંક કાળમાં ભગવાઈ જાય છે. " જેના વડે કર્મની પ્રકૃતિમાં પરિવર્તન થઈ જાય તેને સંક્રમણુકરણ કહેવાય. સંક્રમણ સજાતીય પ્રકૃતિમાં થાય છે, વિજાતીય પ્રકૃતિઓમાં થતું નથી. અહીં તમને પ્રશ્ન થશે કે “સજાતીય પ્રકૃતિ એટલે શું?” તેથી ખુલાસો કરવાને કે કમની મૂળ પ્રકૃતિએ આઠ છે અને ઉત્તરપ્રકૃતિઓ ૧૫૮ છે. તેમાં એક જ કર્મની ઉત્તરપ્રકૃતિએ સજાતીય પ્રકૃતિ કહેવાય અને બીજા કર્મની ઉત્તરપ્રકૃતિએ વિજાતીય પ્રકૃતિ કહેવાય. એટલે અશાતા વેદનીયનું શાતા વેદનીય અને શાતાવેદનીયનું અશાતા વેદનીય કર્મ બને, પણ મેહનીય કે 'અંતરાય વગેરે ન બને. . . કર્મના ઉદયને માટે જે કાળ નિયત થયેલ હોય તે પહેલાં જ કર્મ ઉદયમાં આવે તો તેને કર્મની ઉદીરણા થઈ છે. આઠ કરણે ].. કહેવાય. આ રીતે કર્મની ઉદીરણા કરનારું જે કરણ, તે ઉદીરણાકરણ છે કે અહીં પ્રશ્ન થશે કે “ કર્મ વહેલું ઉદયમાં શી રીતે આવે?? તેને ઉત્તર એ છે કે ફળે અમુક દિવસે પાકવાના હોય છે, પણ પ્રયત્ન કરવામાં આવે તે એ વહેલાં પણ પકવી શકાય છે. કાચા પપૈયાને મીઠાની કેઠીમાં રાખવાથી કે કેરીને ઘાસમાં રાખવાથી તે જલ્દી પાકે છે. તે રીતે "પ્રયત્ન કરવામાં આવે તો કર્મને પણ ઉદય માટે નિયત થયેલાં સમય પહેલાં ઉદયમાં લાવી શકાય છે. સામાન્ય નિયમ એ છે કે જે કર્મને ઉદય ચાલતો હોય તેના સજાતીયકર્મની-પ્રકૃતિની ઉદીરણ થઈ શકે. ઉદયમાં આવેલું કર્મ પૂર્ણકાળે ઉદયમાં આવ્યું છે કે ઉદીરણ થઈને ઉદયમાં આવ્યું છે, તે તે જ્ઞાનીઓ જ કહી શકે. પરંતુ કર્મ ઉદીરણા થઈને ઉદયમાં આવ્યું હોય તે સમ્યગ્દષ્ટિ આત્મા ભવિતવ્યતાને પાડ માને. એ તે એમ જ સમજે કે દેવું ગમે તે સ્થિતિમાં ભરપાઈ કરવું પડશે, તે સારી હાલતમાં ભરપાઈ કરી દેવું ખોટું શું? હાલ વીતરાગ દેવ મળ્યા છે, નિગ્રંથ ગુરુ મળ્યા છે અને સર્વજ્ઞપ્રણીત ધર્મ મળે છે. આવા વખતે કમને ભોગવીને પરિણામ નહિ ટકાવીએ તે જ્યારે શ્રી જિનેશ્વરદેવના ધર્મનું શ્રવણુ વગેરે નહિ હોય, ત્યારે પરિણામ શી રીતે ટકાવીશું! G, . અનુક્રમે ઉદયમાં આવેલા કર્મો તે ચારે ગતિના જ ભગવે છે, પણ મનુષ્યભવ મળે, ધર્મ પામ્યા, ધર્મનું કરી શકે. પરંતુ એ વિતયતાને પાડ કરવું પડશે, તે
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy