SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 11.7 [આત્મતત્ત્વવિચાર કામમાંથી ક્રોધ જાગે છે, તેનાથી આત્મા ભાન ભૂલે છે અને ન કરવાનાં કામેા કરી બેસે છે. હાસ્યાદિનું પરિણામ પણ એવુ જ ભયંકર આવે છે. પાંડવાએ કાચનો મહેલ અનાન્યેા, કૌરવા જોવા આવ્યા, તેમણે પાણી સમજી કપડાં ઊંચાં લીધાં અને દ્રૌપદી હસી પડી. તે હસતાં હસતાં ખેલી કે આંધળાના તો આંધળા જ હોય ને? ’કૌરવના પિતા ધૃતરાષ્ટ્ર આંધળા હતા. આથી કૌરવને હડહડતું અપમાન લાગ્યુ અને તેનો બદલા લેવા માટે તેમણે અનેક પ્રકારના દાવ અજમાવ્યા. છેવટે મહાભારત યુદ્ધ મંડાણું અને તેમાં લાખા માણસાનો સંહાર થયેા. થર પૌલિક પદાર્થો પર રતિ-પ્રીતિ થાય તેનું પરિણામ કેવુ ભય'કર આવે છે, તે અમે આગળ રૂપસેનની કથામાં જણાવી ગયા છીએ, ન ગમતાં પદાર્થો પર અપ્રીતિ કરનાર, દ્વેષ કરનારની હાલત પણ એવી જ પૂરી થાય છે. ભયથી મનનાં પિરણામે ચંચળ થઈ જાય છે અને તેથી કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ થઈ શકતો નથી. આજના મનોવિજ્ઞાને તો મનુષ્યની બધી નબળાઈઓનું મૂળ ભયમાં રહેલું જાહેર કર્યું છે. ભયને જિત્યા વિના અભિભવ કાચેત્સંગ થઈ શકતો નથી, તેમજ ચારિત્રનું વિશુદ્ધે પાલન કરી શકાતુ નથી. જે બધા ભયાને જિતે તે જ જિન થઈ શકે. તમે જિનેશ્વરીને જિતભર્યં કહીને તેમની સ્તુતિ કરી છે ને? કયાં સૂત્ર વડે, તે યાદ કરો. ઇષ્ટનો વિચાંગ અને અનિષ્ટનો સચાગ થતાં મનુષ્ય કેમ બંધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] શાક કરવા લાગે છે અને એ રીતે ઊડાં આત્ત ધ્યાનમાં ઉતરી જાય છે. આ વખતે તેમણે પૌદ્ગલિક પદાર્થોની નિઃસારતા ચિંતવવી જોઇએ અને મારું કઈ ગયું નથી, એમ માનવું જોઈએ. મિથિલા જેવી મહાનગરી સળગી ઉઠી, તેના ભડકા આકાશમાં ઊંચે ને ઊંચે જવા લાગ્યા, એ બતાવીને એક વૃદ્ધ વિપ્ર કહે છે કે હે નમિરાજ ! આ મિથિલા નગરી મળી રહી છે, તેને બુઝાવીને પછી તમે સયમના માર્ગ સચરા. ' પરંતુ મિરાજ સંસારને અસાર જાણી સંયમ ગ્રહણ કરવા તત્પર થયેલા છે. તેએ શુ કહે છે? ‘હે વિપ્ર ! - મિથિલા ખળતાં મારુ' કંઈ ખળતું નથી, હું તો મારા આત્મામાં જે આગ ઉઠી છે, તેને જ જીઝવવા માગું” છું!' કેવી સુંદર સમજણુ ! કેવું ધૈ ! ગમે તેટલે શાક કા-ઝુરા તો પણ મૃત્યુ પામેલા સ્વજનો જીવતા થતા નથી, તો પછી શાક કરી વ્ય કધન શા માટે કરવું ? સમજીએ તો એ વખતે શાંતિ ધારણ કરવી અને મનને ધર્મધ્યાનમાં લગાડવું. મૃત્યુ અંગેના રીતરિવાજોમાં પહેલાં કરતાં સુધારા થયા છે, પણ હજી વિશેષ સુધારા થવાની જરૂર છે અને આન્તધ્યાનનાં પરિણામે કેમ ઓછા થાય ? તે પર વધારે લક્ષ આપવાની આવશ્યકતા છે. કેટલાક ધંધામાં નુકશાન જતાં શાક કરે છે, તો કેટલાક ધાર્યું કામ પાર ન પડતાં શાક કરે છે. પણ શાક કર્યે શું થવાનું ? ઉલટુ ક`ખધન વધવાનું. અપ્રીતિ કે તિરસ્કારમાંથી જ જન્મે છે, દુગછા એ આ. ૨૭
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy