________________
- , 1 [ આત્મતત્ત્વવિચાર એટલે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. જેઓ કઈને ભૂલાં, લંગડા, કાણુ, કૂબડા, ગંધાતા જોઈને તેમની દુર્ગછા કરે છે, તેઓ આવી રીતે કષાય અને નોકષાયનું સેવન કરનારા ચારિત્રમેહનીય કર્મ બાંધે છે. સાધુ-સાધ્વીનાં મલિને વસ્ત્ર–ગાત્ર દેખીને દુવંછા કરનારા વિશેષ પ્રકારે ચારિત્રમેહનીય કર્મ બાંધે છે.
અંતરાયકર્મ બાંધવાનાં વિશેષ કારણે
કોઈનાં સુખમાં અંતરાય નાખીએ તો અંતરાયકર્મ અંધાય. કોઈને ભૂખ્યા રાખીએ તો આપણે ભૂખ્યા રહેવું પડે, કોઈને તરસ્યાં રાખીએ તો આપણે તરસ્યા રહેવું પડે. કેઈને ધનલાભ થતો હોય તેમાં પથરા રેડવીએ, ધનલાભ અટકાવી દઈએ, તો ધનપ્રાપ્તિમાં અંતરાય થાય અને ગમે તેવા પ્રયત્ન કરીએ તો પણ ટેકી લાગે નહિ. જેઓ ખટપટ કરીને કેઈનાં ઘર ભંગાવે છે, બચ્ચાઓને તથા માતાપિતાનો વિયોગ કરાવે છે, ઇંડાં વગેરે ફેડે છે, પશુપક્ષી વગેરેનાં રહેઠાણ તથા માળાઓ તેડી નાખે છે, તે બધા અંતરાયકર્મ બાંધે છે.
જે જિનપૂજા, ગુરુસેવા કે ધર્મની આરાધનામાં અંતરાય નાખે છે, અને હિંસા, જૂઠ, ચોરી આદિ નીચ કામ કરે છે, તેઓ વધુ અંતરાયકર્મ બાંધે છે અને તેનાં અતિ કડવાં ફળે ભેગવે છે. - ઘાતકમેને વિચાર અહીં પૂરે થયો. હવે અઘાતીકર્મ ઉપર આવીએ.
કર્મબંધ અને તેનાં કારણે અને વિશેષ વિચારણા ] ૯
વેદનીયકર્મ બંધાવાનાં વિશેષ કારણે | વેદનીયકર્મમાં શાતા વેદનીય પણું હોય અને અશાતાવેદનીય પણ હોય. શાતા વેદનીયવાળે સુખને અનુભવ કરે, અશાતાદનીયવાળો દુઃખનો અનુભવ કરે.
, પાપનો વિજય કરનાર, આવતા કષાયોને રોકનાર, તેનું દમન કરનાર શાતા વેદનીય કર્મ બાંધે છે. જે અનુકંપાદાન, સુપાત્રદાન ભાવથી આપે તે પણ શાતા વેદનીય કર્મ બાંધે છે. સંગમક નામના ગોવાલપુત્રે સુપાત્ર મુનિને ભાવથી ક્ષીર વહોરાવી તે બીજા ભવે તે ગભદ્ર શેઠને ત્યાં શાલિભદ્રરૂપે જન્મ્યો અને અતુલ રિદ્ધિસિદ્ધિનો સ્વામી થયે.
ઢીલા પરિણામવાળો ધમ અશાતા વેદનીય કર્મ બાંધે અને વ્રતમાં દૃઢતા રાખનારે ધમી શાતા વેદનીય કર્મ બાંધે. વંકચૂલે ચાર સાદાં વ્રતોનું દૃઢતાપૂર્વક પાલન કર્યું તે બારમાં દેવકનું આયુષ્ય બાંધ્યું.૮ જેની શ્રદ્ધા દઢ હોય તે જ વ્રત પાલનમાં દઢતા રાખી શકે, માટે શ્રદ્ધાને દેઢ રાખવી અને શ્રી જિનેશ્વર ભગવંતે જે કહ્યું છે, તે જ સાચું છે, એમ માનવું, તે શાતાદનીય કર્મને બંધ પડે.
જે મનુષ્ય ગુરુની નિંદા કરનાર છે, લોભી છે, હિંસક ભાવનાવાળે છે, વ્રત વિનાને છે, અકુશલ અનુષ્ઠાન કરનારે છે, કષાયથી હારી ગયેલ છે તથા કૃપણું છે, તે અશાતા વેદનીય કર્મ બાંધે.
* આ કથા પ્રસિદ્ધ છે. જે ન જાણતું હોય તે જૈન શિક્ષાવલીની પ્રથમ એને સાતમે નિબંધ જુએ. તેમાં આ કથા સવિસ્તર આપેલી છે.