________________
હ૪
-
:
[ આત્મતત્ત્વવિચાર
* Riા
મા
મેર નૃત્ય કરવા આવ્યો અને તેનાં પીંછાં ઉખાડી લેવા નિપુણ્યકે મૂઠી ભરી કે એ મેર અદશ્ય થઈ ગયો અને તેણે જે નવસે પોંછાં એકઠા કર્યા હતાં, તે પણ અદશ્ય થઈ ગયાં!! તેના પસ્તાવાનો પાર રહ્યો નહિ, પણ હવે શું બને? એ જ મુફલિસ હાલતમાં તે અહીંતહીં રખડવા લાગ્યો.
એવામાં એક જ્ઞાની મુનિરાજને જોયા, એટલે નિષ્પશ્યક તેમની પાસે ગયો અને વિધિપૂર્વક વંદન કરીને તેમની સામે બેઠે. પછી પિતાનાં દુર્ભાગ્યનું વર્ણન કર્યું અને તેનું કારણ પૂછ્યું. મુનિરાજે તેના પાછલા ભવોની અધી હકીકત કહી અને છેવટે જણાવ્યું કે “તારે દુર્ભાગ્યને દૂર કરવું હોય તો લીધેલાં દ્રવ્ય કરતાં વિશેષ દ્રવ્ય પાછું આપવાનો સંકલ્પ કર.” તેજ વખતે નિપુણ્યકે મુનિરાજ સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે “મેં પૂર્વભવમાં જેટલું દેવદ્રવ્ય લીધું છે, તે કરતાં એક હજારગણું દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરાવીશ અને જ્યાં સુધી આ રીતે રકમ પૂરી ન કરું ત્યાં સુધી મારે અન્નવસ્ત્ર ઉપરાંત કંઈ પણ દ્રવ્યનો સંગ્રહ કરે નહિ.’ આ નિયમ સાથે તેણે શ્રાવકનાં વ્રતોનો પણ સ્વીકાર કર્યો. છે તે દિવસથી તેનો દિનમાન સુધર્યો. જે જે કામ હાથ ધર્યો તે પાર પડવા લાગ્યાં અને તેમાં લાભ થવા લાગે. તેમાંથી તેણે દેવદ્રવ્ય ભરપાઈ કરવા માંડ્યું અને એ રીતે એક હજાર કાંકણીના બદલામાં દશ લાખ કાંકણી આપી. પછી ઘણું દ્રવ્ય કમાઈને તે ઘરે આવ્યો અને શ્રીમંતોમાં અગ્રણી થયો. રાજા-પ્રજા ઉભયે તેનું બહુમાન કર્યું..
કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૯૫
પછી તેણે જિનમંદિર બંધાવ્યાં, તેની તથા બીજાએ કરાવેલા મંદિરની તે સારસંભાળ કરવા લાગ્યો અને દેવદ્રવ્યની વૃદ્ધિ કેમ થાય ? તેના ઉપાયો કરવા લાગ્યો, આવી રીતે લાંબા સમય સુધી સત્કાર્ય કરતાં તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી અવસરે ગીતાર્થ ગુરુ પાસે દીક્ષા લીધી અને જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરીને એ કર્મને નિકાચિત કર્યું.
અનુક્રમે કાલધર્મ પામી તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, અરિહંતની ઋદ્ધિ ભેગવી, મોક્ષમાં જશે.
દેવદ્રવ્યનું ભક્ષણ કરનારની હાલત કેવી થાય છે? તેને આ પરથી ખ્યાલ કરજે. અહીં દેવદ્રવ્ય સાથે ઉપલક્ષણથી જ્ઞાનદ્રવ્ય, ગુરુદ્રવ્ય વગેરે પણ સમજી લેવાં.
જિન, મુનિ, ચૈત્ય અને સંવાદિની પ્રત્યનીતા-આશાતેના કરતાં પણ દર્શન મેહનીય કર્મ બંધાય છે, માટે તેનાથી બચજે.
જે આત્મા ક્રોધ, માન, માયા અને લેભને વશ પડે તથા હાસ્યાદિક નવ નોકષામાં લીન બને, તે ચારિત્રમેહનીય કર્મ બાંધે. કષાયની દુષ્ટતાનું વર્ણન તો હમણાં જ કરી ગયા. નોકષાયો કષાયને ત્તજન આપનારા છે, એટલે તે પણ એટલા જ દુષ્ટ છે. ચોરીને ઉત્તેજન આપનાર ચાર કહેવાય, તેમ દુષ્ટને ઉત્તેજન આપનાર દુષ્ટ કહેવાય.
તે