________________
હર
; ક » + ; . . . .
[ આત્મતત્તવવિચાર
લાભ મેળવ્યો (કાંકણી એટલે રૂપિયાના એંશીમા ભાગનો સિક્કો) અને શેર કર્મ બાંધ્યું. તેની આલેચના કર્યા વિના તે મરણ પામ્યો, એટલે સમુદ્રની અંદર જળમનુષ્ય થયો. ત્યાં દરિયામાંથી રત્ન કાઢનારાઓએ તેને પકડ્યો અને તેની અંડગોલિકા મેળવવા માટે તેને લેખંડની ચક્કીમાં પીસ્યો. આ ગોલિકા પાસે રાખી હોય તે જળચરે ઉપદ્રવ કરતા નથી, એટલે રત્ન કાઢનારાઓ તેને મેળવવા મથે છે.
તે મહાવ્યથાથી મરણ પામી ત્રીજી નરકે ગયો અને -ત્યાં ભયંકર દુઃખો ભગવ્યા પછી પાંચસે ધનુષ્ય લાંબા મત્સ્ય થયો. એ વખતે કેટલાક માછીમારીઓએ તેનાં અંગો છેદી મહાકદર્થના કરી. ત્યાંથી તે થિી નરકે ગયો. -આમ વચ્ચે એક કે બે ભવ કરીને તે સાતે નરકમાં બબ્બે - ભાર ઉત્પન્ન થયો. ત્યાર પછી શ્વાન, ભુંડ, ગધેડા વગેરેના તથા એકેન્દ્રિયાદિના હજારે ભવ કર્યા અને ઘણું દુઃખ જોગવ્યું. જ્યારે તેનું ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે વસંતપુર નગરમાં વસુદત્ત શેઠની પત્ની વસુમતિની કૂખે ‘ઉત્પન્ન થયો. વસુદત્ત શેઠ ક્રોડપતિ હતા, પણ આ પુત્ર - ગર્ભમાં આવતાં તેનું બધું ધન નાશ પામ્યું અને તેને જન્મ થયો, ત્યારે પિતે મરણ પામ્યા. તે પાંચ વર્ષનો થયો ત્યારે માતા પણ ગુજરી ગઈ, આથી લોકોએ તેનું -નામ નિપુણ્યક પાડ્યું. તે ખૂબ દુઃખ જોઈને માટે થયો. - એક દિવસ તેનો મામો તેને સ્નેહથી પિતાના ઘરે હિલઈ ગયો, તો તે જ "રાત્રિએ ચારેએ તેનું ઘર લૂંટ્યું. આ
મધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] 8. રીતે જ્યાં જ્યાં તે ગયો, ત્યાં ત્યાં બધે કંઈ ને કંઈ ઉપદ્રવ થયો. આખરે તે સમુદ્રકિનારે ગયો અને ત્યાં ધનાવાઈ શેઠની નોકરી સ્વીકારી, તેમની સાથે વહાણમાં ચડ્યો. એ વહાણ સહીસલામત એક દ્વિીપમાં પહોંચ્યું, એટલે નિષ્પયેકને લાગ્યું કે “મારું દુધૈવ આ વખતે પિતાનું કામ ભૂલી ગયું લાગે છે.” પણ પાછાં ફરતાં એ વહાણ ભાંગ્યું અને તેનું એક પાટિયું હાથમાં આવી જતાં નિપુણ્યક તરીને સમુદ્રકાંઠે પહોંચ્યો. પછી એક ઠાકોરને ત્યાં નોકરીએ. રહ્ય, તો ઠાકોરની દુર્દશા થઈ એટલે તેણે એને હાંકી કાઢો. ત્યાંથી રખડતાં રખડતાં જંગલમાં સેલક યક્ષનાં મંદિર પહોંચ્યો અને તેને પિતાનું સર્વ દુઃખ કહી તેની એક ચિત્તે આરાધના કરવા લાગ્યો.
" . છે. એકવીસ ઉપવાસે યક્ષ પ્રસન્ન થયો. તેણે કહ્યું: “હે ભદ્ર અહીં એક મેર આવીને રોજ નૃત્ય કરશે, તેની સુવર્ણમય ચંદ્રકળામાં એક હજાર પીંછા હશે, તે તું લઈ લેજે. બીજા દિવસથી મોર આવવા લાગ્યો અને નિપુણ્યક તેનાં પડી ગયેલાં પીંછાં લેવા લાગ્યો. એમ કરતાં જ્યારે નવસે પીંછાં એકઠાં થયાં, ત્યારે તેને વિચાર આવ્યો કે રેજ શેડાં ડાં પીંછાં ખરે છે, તેથી ઘણે વખત જાય છે. હવે સે પીંછાં બાકી રહ્યાં છે, તેને ખરંતાં કે જાણે કેટલે વખત લાગશે? માટે હવે તો એ મેર નૃત્ય કરવા, આવે ત્યારે મૂઠી ભરીને બધાં પીંછાં ઉખાડી લેવાં !” બુદ્ધિને કર્માનુસારિણું કહી છે, તે મેથી. કર્માવશાત્ જેવું કળ મળવાન હોય તે પ્રમાણે જ પ્રથમ બુદ્ધિ થાય છે..