________________
૯૦
આત્મતત્ત્વવિચારે
તમારે સંસાર વધારનાર બને કે નહિ? એ પ્રશ્ન તમારાં મનમાં ઉઠશે. તેને ઉત્તર એ છે કે “એ સંસાર વધારનારું કારણ બની શકે નહિ, કારણ કે તેમાં તમારી અનુકંપાની દિષ્ટિ છે. અનુકંપા કરવી એ ભગવાનની આજ્ઞા છે, તેમ જ શાસનની પ્રભાવના છે, તેથી આત્માની ઉન્નતિનું કારણ બને છે. વેપારમાં જોડવાથી વ્યવહાર વધાર્યો એમ નથી, પણ તે માણસને ધર્માભિમુખ કર્યો, અને તે એના મોટા લાભની વાત છે. એ માણસે બંધ કર્યો કે નહિ તે મદદ કરનારે જેવું જોઈએ. વળી તેમાં મુખ્યત્વે વર્તમાનકાળને લક્ષમાં રાખવાનું છે. તમે જે મદદ કરે તે કારણ પાપપ્રવૃત્તિનું ન હિય, હિંસાનું ન હોય તો તે ધર્મનું કારણ બને. આમાં ભવિષ્યકાળને જોવાનો નથી. અત્યારે તે સારાં કામને માટે પૈસા લે છે, પણ ભવિષ્યમાં પૈસા કમાયા પછી ખરાબ સોબતે ચડી પાપકર્મ કરે તેને માટે તમે જવાબદાર નથી, કારણ તમે જ્યારે પૈસા આપ્યા, ત્યારે સારી ભાવનાથી સારા કામ માટે આપ્યાં હતાં. જે ભવિષ્યનો વિચાર કરે તો કઈને કઈ પણ કારણે મદદ કરવાનું રહેશે જ નહિ. એ રીતે તો “બળતાં વાડામાંથી ગાયને બહાર કાઢીએ અને તે જીવે તો કાચું પાણી પીએ તથા ઘાસ ખાય એનો દોષ આપણને આવે”. એવી માન્યતા સુધી પહોંચવું પડશે અને દયાધર્મનો જ લેપ થઈ જશે.
સન્માર્ગનો નાશ કરવાથી દર્શન મોહનીય કર્મ બંધાય. સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રચારિત્રનો નાશ કરવાની દેશના એ સન્માર્ગનો નાશ કહેવાય. તેમ કરનારે દર્શન
કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૯૧ મોહનીય કર્મ બાંધે. આથી ધર્મવિરુદ્ધ કઈ પ્રવૃત્તિમાં ભાગ ન લે, એટલે નિશ્ચય તમારે કરવું જોઈએ. એ દેવદ્રવ્યનું હરણ કરનારો પણ દર્શનમેહનીય કર્મ બાંધે. દેવ એટલે અરિહંતદેવ, વીતરાગ પરમાત્મા. તેમની ભક્તિ નિમિત્તે જે કંઈ દ્રવ્ય અર્પણ કરવામાં આવે તે દેવદ્રવ્ય. દેવદ્રવ્ય શ્રાવકથી ન લેવાય, કારણ કે તે ચેારીનો ગુનો કહેવાય અને તેથી આ જીવનમાં તથા પછીનાં જન્મમાં પાયમાલી થાય. આમ છતાં આજે કેટલાક એમ કહેનાર, નીકળ્યા છે કે દેવદ્રવ્યનો સમાજની ઉન્નતિ માટે ઉપયોગ કરે. એનો અર્થ તો એ જ કે તમારા હાથે તમારા સાધર્મિક ભાઈઓને દેવદ્રવ્ય ખવડાવ. સાગરશેઠની કથા. સાંભળે, એટલે તમને આ વસ્તુની ભયંકરતા બરાબર સમજાશે.
દેવદ્રવ્ય અંગે સાગરશેઠની કથા સાકેતપુર નામનું નગર હતું. તેમાં સાગર નામે એકશ્રાવક હતો. તે અરિહંત પરમાત્માની સારી રીતે ભક્તિ કરતો હતો. તેને સુશ્રાવક જાણી નગરના બીજા શ્રાવકેએ કેટલુંક દેવદ્રવ્ય સેપ્યું અને કહ્યું કે “મંદિરનું કામ કરનાર, સુતાર વગેરેને આ દ્રવ્ય આપતા રહેજે.'
હાથમાં દ્રવ્ય આવ્યું, એટલે સાગરશેઠને લેભ થયો. તેણે એ દ્રવ્યમાંથી ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણી ચીજો વેચાતી લીધી અને સુથાર વગેરેને રેકંડ નાણું. ન આપતાં આ વસ્તુઓ મેંઘા ભાવે આપી. તેમાં જે લાભ. થયો તે પિતે રાખ્યો. આ રીતે તેણે એક હજાર કાંકણીનો