________________
(૦
મધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા [ ૮૧ નભાવી લેવો જોઈએ, કારણ કે તે મારા ભાઈઓ છે. વિશ્વનાં તમામ પ્રાણીઓને પિતાના ભાઈ માનવા, બંધુ માનવા, એ વિશ્વબંધુત્વની ભાવના કહેવાય. મૈત્રી ભાવની સાધના માટે તે બહુ ઉપયોગી છે. મારા ભાઈઓને દુશ્મન ગણી તેમનો સામનો કરવાને તયાર થાઉં છું, એ મારી મેટી ભૂલ છે. ખરાં દુશ્મન તો કર્મો છે. સામનો તો તેમનો
[ આત્મતત્વવિચાર કષાયોને દૂર કરવાનું કામ કઠિન છે, પણ અસંભવિત નથી. પ્રયત્ન કરે તો કઠિન કામ પણ સરળ બની જાય છે. તમે એક નાના હતા, ત્યારે ચાલવાનું કામ કેટલું કઠિન લાગતું? પણ તમે ધીમે ધીમે પગલાં માંડવા લાગ્યા અને તેનો અભ્યાસ વધારતા રહ્યા, તો ચાલતા શીખી ગયા અને આજે તો ઝડપથી દોડવું હોય તો પણ દોડી શકે છે.
કષાયોને દૂર કરવાના બે ત્રણ કીમિયા તમને બતાવી દઈએ. ત્રિદેષનું જોર બહુ વધે એટલે માણસને સંનિપાત થાય છે અને તે ગમે તેવું તોફાન કરવા લાગી જાય છે, પણ આપણે એ સંનિપાતવાળાને મારતા નથી, તેની દવા કરીએ છીએ, તે જ પ્રમાણે જેઓ ગાળગલેચ, મારામારી, છળકપટ વગેરે કરે છે, તેમને કર્મનો સંનિપાત થયેલે સમજવો અને તેથી તેમને મારવાને બદલે તેમની દવા કરવી જોઈએ. એ દવા નમ્ર અને મધુર શબ્દ છે. જો તમે જરા પણ ગુસ્સામાં આવ્યા વિના સહેજ હસતાં મુખડે તેમને શાંત પાડે તો તેની ચમત્કારિક અસર થાય અને તેઓ જરૂર શાંત પડી જાય. આથી તમે અને એ ઉભય કર્મબંધનમાંથી. બચી જાઓ. તેના બદલે તમે ક્રોધની સામે ક્રોધ કરે અને માનની સામે વધારે અક્કડાઈ બતાવો તો તમને પણ કર્મનો સંનિપાત થયો ગણાય. સંનિપાતનું પરિણામ તો તમે જાણે જ છે. - હવે બીજે કિમિયો. દુનિયાનાં બધાં પ્રાણીઓ કમને
આધીન છે. તેમાંથી અપરાધ થઈ જાય. જેમ મારા અપ- રાધને હું નભાવું છું, તેમ તેમના અપરાધને પણ મારે
એક ત્રીજો કીમિયો પણ છે. તેમાં એમ માનવું કે કોઈ કોઈનું બગાડી શકતું નથી. જે આપણું બગડતું હોય તો તેનું કારણ આપણે પિતે જ છીએ. બીજા બધા તે તેનાં નિમિત્તમાત્ર છે, માટે તેમના પર કઈ જાતનો રેપ શા માટે કરવો? તેઓ ખોટું કરતા હશે, તો તેનું ફળ તેઓ ભેગવશે, પણ મારે તેમને દંડ દઈને વિશેષ કર્મબંધન કરવું નહિ. આવા આવા શુદ્ધ વિચારથી આત્માને કેળવો તો ગમે તેવા ભયંકર અને જોરદાર કષાયે પણ સહેલાઈથી જીતી શકાશે.
કષાયની ભયંકરતા તો જુઓ! અણુબ અને આણુશસ્ત્રો કરતાં પણ તે વધારે નુકશાન કરે છે. ,
जं अज्जिअं चरित्तं, देसूणाए अ पुव्वकोडीए । - तं पि कसाइयचित्तो, हारेई नरो मुहुत्तेणं ।।
કંઈક ન્યૂન એવા ક્રેડ પૂર્વ સુધી ચારિત્રનું પાલન કરીને જે કમાણી કરી હોય તે કષાયનો ઉદય થવાથી મનુષ્ય માત્ર બે ઘડીમાં જ હારી જાય છે. આ
આ. ૨-૬