________________
[ આત્મતત્ત્વવિચાર
અહીં કાઈ એમ કહે કે ‘ અમારે લડવું નથી, અમારે તો શાંતિ જોઈએ છે.' આ મહાશયને અમારે શુ કહેવું ? તમે બધા કાન સરવા કરીને સાંભળે કે જૈન ધમ એ ક્ષત્રિયનો ધર્મ છે અને તે તમને લડવાનો આદેશ કરે છે. આ લડાઈ તમારે જમીનનો ટુકડો લઈ જનાર, ધનસપત્તિ લઈ જનાર કે ગાળગલાચ કરનાર સાથે કરવાની નથી, કારણ કે તેઓ દયાપાત્ર છે. તમારે જે લડાઈ કરવાની છે, તે આંતરશત્રુએ સાથે કરવાની છે અને તે અરાબર કરવાની છે. આંતરશત્રુએનું આક્રમણ ગમે તેવું આકરુ` હાય તો પણ તમારે પીછેહઠ કરવાની નથી. સામી છાતીએ ઘા ઝીલવાના છે અને તેમાં અવશ્ય જય મેળવવાનો છે. જે આંતરશત્રુઓ સાથે લડીને જય મેળવવાની ભાવના રાખતો નથી, તે સાચા અર્થમાં જૈન નથી. ×
H
× સરખાવા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં નવમા અધ્યયનની નીચેની પતિ :
जो सहस्सं सहस्साणं, संगामे दुजए जिणे ।
एवं जिणेज अप्पाणं, एस से परमो जओ ॥ ३४ ॥
એક પુરુષ દુય સંગ્રામમાં દશ લાખ સુભટ ઉપર વિજય મેળવે છે અને એક પુરુષ પાતાના આત્માને જિતે છે, તે એ એમાંથી પેાતાના આત્માને જિતનારાને ય પરમ છે–શ્રેષ્ઠ છે. ’
अपाणमेव जुज्झाइ, कि ते जुज्झेण बज्झओ । અપ્પાળમેવનપાળ, લિજિત્તા સુન્નત્તમેÇ || રૂ૧ II
• આત્માની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. હે પુરુષ ! તું બહારના સાથે યુદ્ધ કેમ કરે છે? આત્માવડે આત્માને જિતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. ’
કબંધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] ૭૯
શાંતિ શાંતિ શુ કરે છે ? તે કંઈ ઉપરથી ટપકી પડવાની નથી. યુદ્ધનું ધમસાણ મચી ગયા પછી જ શાંતિ હાય છે. તમે કષાયરૂપી શત્રુઓને જિતો એટલે તમને સતાવનારું કાઈ નહિ રહે. પછી શાંતિ જ શાંતિ હશે. તમે એમ સમજતા હૈ। કે સુંદર મકાનમાં રહેવાથી, અપ-ટુ-ડેઈટ ફર્નીચર વાપરવાથી, સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરવાથી અને ખૂબ ધન કમાવાથી શાંતિ રહેશે, તો ભીંત ભૂલે છે. એ કોઈ વસ્તુમાં શાંતિ આપવાની તાકાત નથી. જો એ વસ્તુમાં શાંતિ આપવાની તાકાત હાત તો ધનિકા અશાંતિની ભ્રમ શા માટે મારત ? આજે તો નિંકાને સહુથી વધારે અશાંતિ છે. સુંદર એરડામાં, છપ્પર પલંગમાં, રેશમની તળાઈ એમાં સૂવા છતાં તેઓને ઊંઘ આવતી નથી. બ્લડપ્રેશર, ડાયાબીટીસ, હૃદયની બિમારી તેમને સહુથી વધારે પ્રમાણમાં સતાવી રહી છે. છે તે કેમ સાચવવું અને વધુ કેમ મેળવવું? એ બંનેની તેમને ચિંતા છે.
થોડા વખત પહેલાં એક અમેરિકન શ્રીમંત આ દેશમાં આવ્યો હતો. તે કહેતો હતો કે અમારે ત્યાં ધનની ખાટ નથી, આવક બહુ સારી છે અને દર ત્રણ માણસ દીઠ મેટર છે, પણ અમારાં ચિત્તને શાંતિનો અનુભવ થતો નથી. હવે અમે એ શેાધીએ છીએ કે શાંતિ શી રીતે મળે ?
આપણા મહાપુરુષાએ કહ્યું છે કે · શાંતિની શોધમાં અહાર જવાની જરૂર નથી; તે તમારા આત્મામાં છૂપાયેલી છે અને ત્યાંથી જ તમારે મેળવી લેવાની છે. જો કષાયો દૂર કરશેા તો તરત એનો અનુભવ થશે. ’