________________
[ આત્મતત્ત્વવિચાર, હવે જીવન ટકાવવા માટે તેણે તે જ વખતથી સ્ત્રી, પલંગ, વસ્ત્રાભૂષણ અને સ્વાદિષ્ટ ભજનનો ત્યાગ કર્યો, અને મનમાં સમજી ગયો કે ચાણકયે ઠીક બદલે લીધે.
આવો અનિચ્છાએ કરેલો ત્યાગ એ વાસ્તવિક ત્યાગ નથી. જે ત્યાગ સમજણપૂર્વક–ઈચ્છાપૂર્વક કર્યો હોય, તે જ વાસ્તવિક ત્યાગ છે.
કષાય
ક્રોધ, માન, માયા અને લેભ, એ ચાર કષાયો છે. આ કષાયયુક્ત આત્મપરિણતિને જ આપણે કષાય તરીકે ઓળખીએ છીએ. કષાયનો અર્થ છે? 5 એટલે સંસાર, તેનો જેનાથી આય એટલે લાભ થાય, તે કષાય. તાત્પર્ય કે જેને લીધે સંસાર વધી જાય, ભવભ્રમણ વધી જાય, તેનું નામ કષાય. પરંતુ કષાયનો બીજો અર્થ પણ થાય છે કે જે જીવને કલુષિત કરે તે કષાય. * એટલે કષાયો -તમારા આત્માને કલંકિત કરનારા છે, મલિન કરનારા છે.
તમે સ્વચ્છ સુંદર કપડાં પહેરીને કેઈ ઉત્સવમાં - ભાગ લેવાને બહાર નીકળ્યા છે અને કઈ તેના પર કાદવ કે એઠવાડ નાખે તો તમને કેવું થાય છે? તમે એની સાથે લડે છે, ઝઘડે છે અને તમારું ચાલતું હોય તો
* શ્રી પ્રજ્ઞાપના સૂત્રનાં તેરમા પદે કહ્યું છે કે- सुहृदुहबहुसहिये, कम्मखेतं कसंति जं च जम्हा । ..
कलसंति जं च जीवं, तेण कसाइत्ति वुच्चंति ॥ ' “જે ઘણાં સુખ–દુઃખથી સહિત એવાં કમરૂપી ખેતરને ખેડે છે અને જે જીવને કલુષિત કરે છે, તેથી તે કષાય કહેવાય છે.' '
કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૭૭ એને બે-ચાર થપ્પડ પણ ચેડી દે છે. જો તમે પચીશકે સે-બસનાં વસ્ત્રો માટે આટલી બધી કાળજી બતાવો છે, તો આત્મા માટે કેટલી કાળજી બતાવવી જોઈએ ?
તમને આત્મા માટે ખરેખર કાળજી હાય, લાગણી હોય તો તમારે ક્રોધને કહી દેવું જોઈએ કે તારું મેટું કાળું કર. તું શું સમજીને મારી પાસે આવી રહ્યો છે? મારી નજીક આવ્યો તો ક્ષમા રૂપી તલવાર વડે તને પૂ. કરી નાખીશ. તમારે માનને પણ કહી દેવું જોઈએ કે તારી, રીતભાતથી હું વાકેફ છું, એટલે તારે પડછાયો લેવા. ઈચ્છતો નથી. તું મારાથી દૂર રહે એમાં જ તારું શ્રેય છે, નહિ તો મૃદુતા રૂપી મેગરી વડે તારું શિર ફાડી નાખીશ. તમારે માયાને પણ સાફ શબ્દોમાં સંભળાવી દેવું જોઈએ કે એ ધૂતારી! તે અનેક વાર મને છેતર્યો છે, પણ હવે હું તારાથી છેતરાઉં એમ નથી. હું પૂરેપૂરો સાવધ છું. જો તું મારી હદમાં આવી તો આ સરલતા રૂપી છરી વડે તારું નાક કાપી નાખીશ. અને લેભને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દેવું જોઈએ કે તારા જે અધમ મેં કઈને જોયો નહિ. જો તે મારા આંગણામાં પગ મૂક્યો તો. સંતેષરૂપી લાકડીનો છૂટે ઘા કરીશ અને તારે પગ ભાંગી નાખીશ.
છે જ્યાં લડવાનું છે, ત્યાં તમે લડતા નથી; અને જ્યાં લડવાનું નથી, ત્યાં તમે લડો છે, એ તમારી મોટી ભૂલ છે. જે લડવું હોય તો કષાયો સાથે લડે અને તેનો નાશ. કરે. એમાં જ સાચી બહાદુરી છે.