________________
[ આત્મતત્ત્વવિચાર કરાયવાળા અધ્યવસાયને લીધે સ્થિતિ અને રસને અંધ પડે છે અને યોગને લઈને પ્રદેશ અને પ્રકૃતિબંધ પડે છે. કષાય નીકળી જાય તો સ્થિતિ અને રસનો બંધ નીકળી જાય. જો કે શુદ્ધ અધ્યવસાય હોય તો શુદ્ધ રસ પડે છે, પરંતુ સ્થિતિ તો કષાય વિના પડતી જ નથી. કષાયની અસર વિચાર પર પડે છે અને તેને લીધે આત્મા ધમાધમ કરે છે. કષાયની અસર જેટલી ઓછી, તેટલી આત્માની મલિનતા ઓછી.
- વેગને રોકી શકો તો કર્મનો બંધ થાય જ નહિ, પણ એ શક્ય નથી. કષાયને બંધ કર્યા વિના યુગનિરોધ થઈ શકતો નથી.
શાતવેદનીયન બંધ સુંદર છે, કારણ કે તે ખૂબ આનંદ આપે છે. તેનો બંધ તો કેવળજ્ઞાની પણ સમયે સમયે બાંધે છે અને તેનું ફળ ભેગવે છે. યંગ ભલે ચાલુ રહે, પણ તમારા કષા ઓછા થઈ જાય તો અશુભ પ્રવૃત્તિ ઓછી થાય અને શુભ પ્રવૃત્તિમાં વધારે થાય. એટલું યાદ રાખે કે ગમે તેવી શુભ પ્રવૃત્તિ હોય પણ કષાયને કારણે અશુભનો બંધ પડે છે, માટે કષાયો જેટલા ઓછા કરશે. તેટલો અશુભનો બંધ ઓછો પડશે.
જેટલા પ્રમાણમાં કષાય જાય, તેટલા પ્રમાણમાં ચારિત્ર શુદ્ધ થાય. જ્યારે તે સંપૂર્ણ જાય, ત્યારે આત્મા વીતરાગ બને.
કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૮૩ પ્રવૃત્તિ) તે આત્માને હંમેશા ચાલે છે. તે તમને દેખાતું નથી, પણ ચાલ્યા કરે છે. જ્યાં સુધી આત્મા કંપે છે, ત્યાં સુધી તેને કર્મનો બંધ છે. જ્યારે એ કંપતે બંધ થાય, ત્યારે કર્મ બંધાતાં બંધ થાય, તેથી કર્મને લીધે દુઃખ, પીડા કે અશાંતિનો જે અનુભવ થાય છે, તે થવા પામે નહિ.
અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે તેરમા ગુણસ્થાને કંપવાનું ચાલુ હોવા છતાં ત્યાં શાંતિ હોય છે, કારણ કે અશાંતિનું મૂળ કષાય છે અને તેને ત્યાં અભાવ હોય છે. તેરમા ગુણસ્થાનનું નામ સયોગીકેવલી, એટલે ત્યાં વીતરાગ દશા હોય, કેવલજ્ઞાન હોય, પણ ત્યાં યોગની પ્રવૃત્તિ બંધ ન હોય. એ તો ચૌદમાં ગુણસ્થાને જ બંધ પડે અને ત્યાર પછી કદી સજીવન થાય નહિ. ચૌદમું ગુણ
સ્થાન એ આત્મવિકાસની ચરમ સીમા છે અને તેને પ્રાપ્ત થયેલ છ ઊર્ધ્વગતિ વડે સિદ્ધશિલામાં પહોંચી સદાકાળ ત્યાં જ વિરાજે છે.
વિશેષ અવસરે કહેવાશે.
યોગ એટલે ફરકવું–કંપવું, (આત્માની એક જાતની