________________
છે.
'
કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૭૧
[ આત્મતત્ત્વવિચાર સંકલ્પહિંસા બે પ્રકારની છેઃ સાપરાધીની અને નિરપરાધીની. તેમાં નિરપરાધીની હિંસાનો ત્યાગ છે, એટલે સાપરાધીની હિંસાની છૂટ રહે છે. જેણે કંઈ પણ અપરાધ કર્યો હોય તે સાપરાધી અને જેણે કંઈ પણ અપરાધ ન કર્યો હોય તે નિરપરાધી. આક્રમણખેર સામે લડવું પડે અને તેની હિંસા કરવી પડે, તો તે સાપરાધીને દંડ દીધો કહેવાય, પરંતુ વ્રતધારી તેની જયણા કરે. - ગૃહસ્થને આજીવિકાની ખાતર હાથી, ઘોડા, ઊંટ, ગાય, બળદ, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે જનાવરે પાળવાં પડે છે અને તેને બાંધવા કે મારવા પડે છે. વળી પુત્ર-પુત્રી–પરિવારને પણ સુશિક્ષા માટે તાડન-તર્જન કરવું પડે છે. આ નિરપરાધી ત્રસજીની સાપેક્ષ હિંસા છે અને તેની ગૃહસ્થને છૂટ હોય છે. જ્યારે નિર્દોષ માર મારીને કે બીજી કોઈ પણ રીતે નિર્દોષ પ્રાણીને પીડવું તે નિરપેક્ષ હિંસા છે અને તેનો આ પ્રતિજ્ઞાવડે ત્યાગ થાય છે.
સાધુની અહિંસાને વશ વસા ગણીએ તો આ અહિંસા સવા વસા જેટલી છે, છતાં તેનાથી પણ ઘણા લાભ થાય છે. આમાં હિંસાની છૂટ ફક્ત ગુનેગારને મારવા જેટલી છે. આ છૂટનો ઉપયોગ કરતાં વ્રતભંગ નથી, પણ પાપ તો લાગે જ, એટલે છૂટનો ઉપયોગ કરવો જ એમ નહિ, પણ ન છૂટકે-નિપાયે કરે. હવે આ પ્રતિજ્ઞાથી શું લાભ થાય, તે બતાવીશું. નિરપરાધીની હિંસાનો ત્યાગ કરવાથી જે બીન ગુનેગાર છે, તે બધાને અભયદાન મળે છે. હવે વિચાર કરો કે આ જગતમાં તમારા ગુનેગાર પ્રાણીઓ કેટલાં? અને બીન
ગુનેગાર કેટલાં? જે તમારા પ્રસંગમાં આવે અને તમને હેરાન કરે તે તમારા ગુનેગાર, પણ તેઓની જ જાતિનાં બીજાં અસંખ્યાત છે જે તમારા પ્રસંગમાં આવ્યાં નથી અને આવતાં નથી, તે બીનગુનેગાર, એટલે ગુનેગાર કરતાં બીનગુનેગાર અસંખ્યાત ગણુ છે. આ વ્રત લેવાથી તમે એ બધાની હિંસામાંથી બચી જાઓ છે.
ચેાથું વ્રત પરસ્ત્રીનો ત્યાગ. એ વ્રત જેણે લીધું તેને પિતાની સ્ત્રીના સમાગમ પૂરતી છૂટ. ધારો કે એક માણસ પિતાનાં સમગ્ર જીવનમાં ચાર કે પાંચ પત્ની કરે તો તેટલા પૂરતી તેને છૂટ અને બાકીની બધી સ્ત્રીઓને ત્યાગ. જે તે આવું વ્રત ન લે તો તેને બધી સ્ત્રીઓની છૂટનું પાપ લાગે અને તેથી ઘણું નુકશાન થાય. તમે નાનાં સરખાં નુકશાનમાંથી બચવાનો પ્રયત્ન કરે છે, તો આવાં મેટાં નુકશાનથી બચવાનો પ્રયત્ન કેમ ન કરે?
વ્રત લેવાથી માણસ મેરુ પર્વત જેટલાં પાપથી બચે અને વ્રત ન લેવાથી મેરુ પર્વત જેટલાં પાપ બાંધે. ભલે તમે એક વ્રત લીધું હોય, તો પણ, તેનાથી કમર તોડવાની
શરૂઆત થઈ જવું હોય, તો પછલા પાપ બાંધે,
- જેને એક વાર દેશવિરતિ આવે તેને સર્વવિરતિ આવતા વાર લાગતી નથી અને આત્મા સર્વવિરતિમાં આવ્યો કે તે મોક્ષની નીસરણીનાં પગથિયાં ઝપાટાબંધ ચડવા લાગે છે. * મૂળ વાત એ છે કે પાપની વૃત્તિ છેડવી. પાપની વૃત્તિ છૂટે તો પાપ છૂટે અને પાપ છૂટે તો કમ છૂટે. જેનાં કર્મ છૂટે તેને અનંત અનત સુખનો ઉપભેગ હોય.