________________
૭૨
[ આત્મત્ત્વવિચાર - પાપવૃત્તિ પર ભીખારીનું દૃષ્ટાંત
અઢી હજાર વર્ષ પહેલાંની વાત છે. તે વખતે મગધદેશમાં રાજગૃહી નામે નગરી હતી અને તેની બાજુમાં ભારગિરિ નામનો પહાડ હતો. ૪
એક ભીખારી આ નગરીમાં આખો દિવસ રખડડ્યો, પણ તેને કંઈ ખાવાનું મળ્યું નહિ. આથી તે ખૂબ રોષે ભરાયો અને આ નગરીનો કેઈ પણ પ્રકારે નાશ કરી નાખું, એવા વિચાર પર આવી ગયો. આ વિચાર પાર પાડવા માટે તે વૈભારગિરિ પર ચડડ્યો. ત્યાં એક મોટી શિલા તોળાઈને રહી હતી. જે એ શિલા તૂટી પડે તો હજાર માણસે માર્યા જાય અને તેમનાં ઘરબાર નાશ પામે, એટલે એ ભીખારીએ કઈ પણ પ્રકારે એક મેટું દોરડું મેળવ્યું અને તેનો ગાળિયો નાખી શિલાને ખેંચવા લાગ્યો.
હજાર વર્ષથી એજ હાલતમાં રહેલી શિલા એમ ઘડી જ પડે? અને તે પણ એક દુબળા-પાતળા ભીખારીથી ? પણ ક્રોધના આવેશમાં મનુષ્ય આગળપાછળનો લાં વિચાર કરતો નથી.
એ ભીખારીએ ખૂબ જોર અજમાવ્યું, પણ શિલા ચસકી નહિ, એટલે તે વધારે જુસ્સામાં આવી દેરડું ખેંચવા લાગ્યો. એમ કરતાં તેનો પગ લપસ્યો, એટલે નીચે ગબડી પડ્યો અને તેની ખાપરી ફાટી જતાં મરણ પામ્યો.
x આજે રાજગૃહી નગરીનાં ખંડેરે વિદ્યમાન છે અને તેની બાજુમાં વૈભારગિરિ ઉભેલો છે. *
કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૭૩
આ ભીખારીએ ખરેખર કોઈને માર્યો ન હતો, પરંતુ તેની ભાવના–વૃત્તિ બધાને મારી નાખવાની હતી, એટલે તેણે ઘોર કર્મબંધન કર્યું અને તેથી સાતમી નરકે ઉત્પન્ન થયો. સાતમી નરક એટલે સહુથી નિકૃષ્ટ ગતિ. એનાથી વધારે નિકૃષ્ટ–વધારે ખરાબ ગતિ કેઈ નથી. પાપકૃતિમાં આવી ભયંકરતા રહેલી છે, તેથી જ તેને છોડવાને ઉપદેશ છે.
અઢાર પાપસ્થાનકે - પાપવૃત્તિમાંથી પાકિયા ઉદ્ભવે છે અને તે અસંખ્ય પ્રકારની હોય છે, પણ વ્યવહારની સરલતા ખાતર શાસ્ત્રકારોએ તેના અઢાર પ્રકારો પાડડ્યા છે. એટલે અઢાર પાપસ્થાનકમાં તેનો સમાવેશ થાય છે, તે આ પ્રમાણે -
(૧) પ્રાણાતિપાત–હિસા કરવી તે. " (૨) મૃષાવાદ–જૂ હું બોલવું તે. (૩) અદત્તાદાન–ચેરી કરવી તે. (૪) મથુન–અબ્રા સેવવું તે. (૫) પરિગ્રહ-મમત્વ બુદ્ધિથી વસ્તુનો સંગ્રહ કરવો તે. (૬) કોધ–ગુસ્સો કરે તે. (૭) માન–અભિમાન કરવું તે. (૮) માયા-કપટ કરવું તે. (૯) લેભ-તૃષ્ણા રાખવી તે. (૧૦) રાગ—પ્રીતિ કરવી તે.
- (૧૧) શ્રેષ–અપ્રીતિ કરવી તે..
,