________________
i
૬૮
[ આત્મતત્ત્વવિચાર
પુરુષા દુઃખી થવાથી એધ પામે છે અને અધમ પુરુષો તો સુખી થવાથી પણ બેધ પામતા નથી કે દુ:ખી થવાથી પણ બેધ પામતા નથી. તાત્પર્ય કે તેમને બેધ થવા અતિદુ ભ છે. ’
પાપથી દુઃખ અને પુણ્યથી સુખ
· પાપથી દુઃખ અને પુણ્યથી સુખ” એ સર્વ મહાપુરુષોએ સ્વીકારેલા સિદ્ધાંત છે. તેમાં કેઈ કાળે કંઈ ફેર પડતો નથી, એટલે જે મનુષ્યો પાપ કરીને સુખી થવા ચાહે છે, તે પેાતાનાં ગળામાં પત્થરની શિલા ખાંધીને તરવાનો પ્રયત્ન કરે છે. ‘હું જે પાપ કરું છું, તેનુ ફળ મારે અવશ્ય ભોગવવું પડશે ? એટલેા ખ્યાલ મનુષ્યનાં મનમાં જાગતો રહે, તો તેને પાપ કરવાનું મન થાય નહિ. એમ છતાં કદાચ તે પાપ કરી બેસે તો પણ દુભાતાં દિલે કરે, ન છૂટકે કરે, તેથી તેને કખંધ ઘણું! અલ્પ પડે. વિરતિના બે પ્રકારે
વિરતિ એ પ્રકારની છેઃ સવિરતિ અને દેશિવરિત. જેમાં પાપનું પ્રત્યાખ્યાન સથી એટલે સ` પ્રકારે થાય, તે સવરિત, અને જેમાં પાપનું પ્રત્યાખ્યાન દેશથી એટલે અમુક અંગે થાય, તે દેશવિરતિ, સવતિમાં પાંચ મહાવ્રતો આવે અને દેશવિરતિમાં શ્રાવકનાં ખાર વ્રતો આવે. દેશિવતિના એક ભાગમાં પાપનો ત્યાગ હોય અને બીજા ભાગમાં પાપની છૂટ હોય. છૂટ એટલા માટે કે ત સિવાય તેનો નિર્વાહ થઈ શકે નિહ. પરંતુ આ છૂટ ઉપર
કમ બધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] ૯
તેણે અકુશ રાખવાનો હાય છે, જેને ચતના અર્થાત્ જયણા કહેવામાં આવે છે. જયણા એટલે આછામાં ઓછી હિંસા કરવાનો પ્રયત્ન.
એક ગૃહસ્થ દેશવિરતિ છે અને તેણે શ્રાવકનું સ્થૂલપ્રાણાતિપાતવિરમણ નામે પ્રથમ વ્રત ઉચ્ચરેલું છે, તો તેને કાઈપણ નિરપરાધી ત્રસ જીવની સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસા ન કરવી એવી પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞામાં અમુક અંશે ત્યાગ છે અને અમુક અશે છૂટ છે. જ્યાં છૂટ છે ત્યાં તણે જયણા કરવાની છે. આપણે આ પ્રતિજ્ઞાનો અ અરાબર સમજીએ, તો વસ્તુ ઘણી સ્પષ્ટ થઈ જશે. આ જગતમાં ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારના જીવેા છે, તેમાં ત્રસજીવની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા છે, એટલે સ્થાવરની છૂટ રહે છે. જો ગૃહસ્થ સ્થાવરની છૂટ ન રાખે તો તેનો જીવનવ્યવહાર ચાલે નહિ, પણ એ છૂટનો તે કચવાતા મને સ્વીકાર કરે અને તેનો લાભ જેમ અને તેમ આછે લે. તાત્પર્ય કે તે સ્થાવરની જયણા કરે.
ત્રસ જીવેાની હિંસા એ પ્રકારે થાય છેઃ એક સકલ્પથી અને બીજી આરંભથી. તેમાં સંકલ્પપૂર્વક હિંસા ન કરવાની પ્રતિજ્ઞા છે, એટલે આરંભથી જે હિંસા થાય તે કરવાની છૂટ રહે છે. કાઈ પ્રાણીને ઈરાદાપૂર્વક મારતાં જે હિંસા થાય, એ સ’કલ્પહિંસા કહેવાય અને આજીવિકાનિમિત્તે ખેતી વગેરે કરતાં જે હિંસા થાય, તે આરભહિંસા કહેવાય. આરભહિંસાની વ્રતધારી જયણા કરે.