________________
[ ચ્યાત્મતત્ત્વવિચાર
પાપ કરવાની છૂટ એ પણ ગુને
પાપકર્મ કરવું એ પણ ગુન્હા અને પાપકમ કરવાની છૂટ રાખી આત્મા પ્રત્યેની પાતાની ફરજ ન બજાવવી એ પણ ગુન્હા. કાયદો તોડનારને શિક્ષા થાય છે, તેમ પેાતાની ફરજ ન બજાવનારને પણ શિક્ષા થાય છે. રાજ્ય તરફથી હુકમ બહાર પડ્યો હાય કે ઉમરલાયક માણસે અમુક કામમાં આઠ કલાક સેવા આપવી અને એ સેવા ન આપવામાં આવે તો એના પર કાયદેસર કામ ચલાવી શિક્ષા કરવામાં આવે છે કે નહિ ?
કેટલાક કહે છે કે પાપની છૂટમાં ગુનો ન કહેવાય. તો પછી તેમને પૂછીએ કે પાપ કરવામાં ગુનો શી રીતે કહેવાય ? જો હિંસા કરવાની છૂટ એ ગુનો ન કહેવાય, તો હિંસા કરવી એ પણ ગુનો ન જ કહેવાય. આ પરથી એમ સમજવાનું કે પાપ કરનારને ક`બધ થાય અને પાપની છૂટવાળાને પણ ક બંધ થાય, માત્ર જેણે પાપનાં પચ્ચકખાણ કર્યાં છે, પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર્યો છે, તેને કમ ખંધ ન થાય.
પાપની છૂટ હાય અને પાપકમ કરે તેને એવડુ પાપ લાગે છે. એક તો પાપની છૂટનું અને બીજી પાપ કર્યાંનુ. પાપની છૂટ હાય પણ પાપકમ કરે નહિ, તો તેને માત્ર પાપની છૂટનું જ પાપ લાગે. પણ એ પાપની છૂટવાળા પાપનાં પચ્ચકખાણ કરે કે આથી પાપનો ત્યાગ કરું છું.” તો ત્યારથી તેને પાપ લાગતું બંધ થઈ જાય અને તેની આધ્યાત્મિક પ્રગતિનાં દ્વાર ખુલી જાય.
કર્મ બંધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] ૬૭ ત્રણ પ્રકારના પુરુષા
પાપને કેટલાક પેાતાના અનુભવથી કે બીજાના અનુભવથી છેડે છે અને કેટલાક ગુરુજનો આદિના ઉપદેશથી છેડે છે; જ્યારે કેટલાક તો તેને બિલકુલ છેાડતા જ નથી.. અહીં અમને પેલા પ્રસિદ્ધ શ્લાક યાદ આવે છે: पापं समाचरति वीतघृणो जघन्यः प्राध्यापदं सघृण एव विमध्यबुद्धिः । प्राणात्ययेऽपि न हि साधुजनः स्ववृत्तं, वेलां समुद्र इव लङ्घयितुं समर्थः ॥
* જે મનુષ્યા જઘન્ય એટલે કનિષ્ઠ કે અધમ કેપિટના છે, તે પાપનું આચરણુ કાંઈ પણ સૂગ વિના એધડક કરે છે. જે મનુષ્યો મધ્યમ કેાટિના છે, તે કાંઈ આફત આવી પડે અને ખીજો ઉપાય ન હેાય તો જ પાપનું આચ રણ કરે છે અને જે પુરુષા સાધુજન એટલે ઉત્તમ કોટિના છે, તેઓ પ્રાણત્યાગનો પ્રસંગ આવે તો પણ પેાતાનુ ઉત્તમપણું છોડતા નથી કે જેમ સાગર પેાતાની ભરતી અંગેની મર્યાદા છેડતો નથી.
નીતિકારાએ ઉત્તમ, મધ્યમ અને અધમ પુરુષની વ્યાખ્યા ખીજી રીતે પણ કરી છે, તે અહીં વિચારવા યોગ્ય છે. તેઓ કહે છે:
उत्तमा सुखिनो बोध्याः, दुःखिनो मध्यमाः पुनः । सुखितो દુ:લિનો વાષિ, યોધર્ફોન્તિ નાધમાઃ ।।
‘ ઉત્તમ પુરુષા સુખી થવાથી બેધ પામે છે, મધ્યમ